GSTV
Gujarat Government Advertisement

બંધ થવા જઇ રહી છે અનિલ અંબાણીની આ કંપની!, એક સમયે હતા બોલબાલા

અનિલ

Last Updated on April 19, 2021 by Bansari

દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની નાદાર થઇ ચુકેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન બંધ થવાની આરે છે. જો સુપ્રીમ કોર્ટ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT)ના નિર્ણયને નહીં બદલે તો કંપની પાસે બંધ થવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહીં રહે. જો આમ થાય છે તો તેનાથી એ બેંકોને ભારે નુકશાન થશે, જે બેંકોએ આરકોમને લોન આપી છે.

અનિલ

આરકોમ આદેશ વિરુદ્ધ અપીલ કરશે

એનસીએલએટીએ તેના આદેશમાં જણાવ્યું છે કે કંપની પાસે ઉપલબ્ધ સ્પેક્ટ્રમને સરકારી બાકી ક્લિયર કર્યા પછી ઇનસોલ્વેન્સી પ્રોસેસ હેઠળ વેચી શકાય છે.એક રિપોર્ટ મુજબ આરકોમની કમેટી ઓફ ક્રેડિટ્સ આ આદેશ વિરુદ્ધ એક અપીલ દાખલ કરશે. એનસીએલએટીએ એરસેલ વર્સેઝ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન કેસમાં આ આદેશ આપ્યો છે.

જાણકારોનું કહેવું છે કે એનસીએલએટીના આદેશ પછી એરસેલ માટે UV Asset Reconstruction Company (UVARCL)ના રિઝોલ્યૂશન પ્લાનનો કોઈ અર્થ નથી રહ્યો. આ પ્લાનને ગત વર્ષે જુનમાં મંજૂરી આપવામાં આવી હતી. કંપની હવે બંધ થઇ જશે અને લેન્ડર્સને તેમના 18,000 કરોડ રૂપિયામાંથી એક રૂપિયા પણ નહીં મળે. એક બેંકરે જણાવ્યું કે આરકોમની પણ આવી જ સ્થિતિ થશે, જેને ડેટ રિઝોલ્યૂશન માટે એલસીએલએટીમાં મોકલાયું હતું. કંપની 46,000 કરોડ રૂપિયાની લોનની ચુકવણી મામલે ડિફોલ્ટ જાહેર થઇ હતી. UVARCLએ આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ (RTL)ની સંપત્તિ માટે માટે સફળ બોલી લગાવી હતી. તેમાં સ્પેક્ટ્રમ અને સ્થાવર મિલકત સામેલ હતી.

અનિલ

બેંકોને થશે 40,000 કરોડ રૂપિયાનું નુકશાન

એનસીએલએટીએ ગત અઠવાડિયે તેના નિર્ણયમાં જણાવ્યું હતુ કે લેન્ડર્સ સ્પેક્ટ્રમને સિક્યોરિટી ઇન્ટરેસ્ટની જેમ નથી જોઇ શકતી. જોકે ટ્રિબ્યૂનલે જણાવ્યું કે સરકારે એક ઓપરેશનલ ક્રેડિટર છે. સ્પષ્ટ છે કે ઓપરેશનલ ક્રેડિટર તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ પહેલા એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ વસૂલ કરી શકશે નહીં. એરસેલ અને આરકોમ પર એજીઆરના ક્રમશ: 12,389 અને 26,000 કરોડ રૂપિયા બાકી છે. આરકોમ અને આરટીએલના રિઝોલ્યૂશન પ્લાનને લેન્ડર્સે સર્વસંમતિથી મંજૂરી આપી હતી અને તેને માર્ચ 2020થી એનસીએલએટીની મંજૂરીની પ્રતિક્ષા છે.

આરકોમ અને આરટીએલના બંધ થવાથી 38 બેંકોને 40,000 કરોડ રૂપિયાનું નુકશાન થશે. ચાઇના ડેવલોપમેન્ટ બેંકની આગેવાનીમાં ચીનની બેંકોને પણ 9,000 કરોડ રૂપિયાનું નુકશાન થશે. એસબીઆઈને 3,000 કરોડ રૂપિયા અને એલઆઈસીને 3,700 કરોડ રૂપિયાનું નુકશાન થશે. બેંકોને જૂન 2017થી આરકોમ પાસેથી એક પણ રૂપિયા નથી મળ્યા. હવે સુપ્રીમ કોર્ટ પર નજર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!