GSTV
Business Trending

અબજોપતિની ક્લબમાંથી બહાર ફેંકાયા અનિલ અંબાણી, જાણો સંપત્તિમાં કેટલો ઘટાડો થયો

ભારે દેવામાં ડુબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અબજોપતિઓની ક્લબમાંથી પણ બહાર ફેંકાઈ ગયા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અનિ અંબાણી પાસે 2008માં 42 અબજ ડોલરની સંપત્તિ હતી. જે હવે ઘટીને 53 કરોડ ડોલર એટલે કે 3651 કરોડ રૂપિયા રહી ગઈ છે. આ સંપત્તિમાં ગીરવે મુકાયેલા શેર પણ છે.

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કિંમત ચાર મહિના પહેલા 8000 કરોડ આંકવામાં આવી હતી. 2018ના માર્ચ મહિનામાં આ ગ્રૂપ પરનુ કુલ દેવુ 1.7 લાખ કરોડ રૂપિયા હતુ. જોકે ગત સપ્તાહે અંબાણીએ કહ્યુ હતુ કે, 14 મહિનામાં મારી કંપનીએ 35000 કરોડ રૂપિયા ચુકવ્યા છે અને આગામી દિવસોમાં પણ સમયાંતરે કંપની દેવુ ચુકવતી રહેશે.

અનિલ અંબાણીના ગ્રુપની કંપનીઓની વાત કરવામાં આવે તો સૌથી વધારે 47234 કરોડ રૂપિયાનુ દેવુ રિલાયન્સ કોમ્યુનિકેશન પર છે. રિલાયન્સ કેપિટલ પર 46400 કરોડ રૂપિયાનુ દેવુ છે. જ્યારે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પર 13120 કરોડ રૂપિયા અને 23144 કરોડ રૂપિયાનુ દેવુ છે. રિલાયન્સ પાવરનુ 31697 કરોડ રૂપિયા દેવુ ચુકવવાનુ બાકી છે અને રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ કંપની પર 10689 કરોડ રૂપિયા દેવુ છે.

તેની સામે રિલાયન્સ કેપિટલની માર્કેટ વેલ્યુ 2373 કરોડ, રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ પાવરની માર્કેટ વેલ્યુ અનુક્રમે 462 કરોડ અને 1669 કરોડ અને રિલાયન્સ નેવલની માર્કેટ વેલ્યુ 467 કરોડ, રિલાયન્સ હોમ ફાઈનાન્સની 860 કરોડ રૂપિયા તથા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રચરની માર્કેટ વેલ્યુ 1708 કરોડ રૂપિયા છે.

READ ALSO

Related posts

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

GSTV Web Desk

શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો

Akib Chhipa

પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો

GSTV Web Desk
GSTV