GSTV
Gujarat Government Advertisement

અનિલ અંબાણીને મોટી રાહત : દિલ્હી હાઈકોર્ટે દેવાળીયા થતા બચાવી લીધા, 1200 કરોડની લોનનો છે મામલો

અનિલ અંબાણી

Last Updated on August 28, 2020 by Arohi

દિલ્હી હાઇકોર્ટે બિઝનેસમેન અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે અનિલ અંબાણી સામે જાહેર કરેલા ઈન્સૉલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. આ બાબતે રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લેવાનો મામલો તેમની પર્સનલ ગેરંટી સાથે જોડાયેલો છે.

આરકોમ અને રિલાયંસ ઇન્ફ્રાટેલને 1200 કરોડની લોન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આરકોમ અને રિલાયંસ ઇન્ફ્રાટેલને 1200 કરોડની લોન આપી છે. અનિલ અંબાણીએ આ લોનને લઇને પર્સનલ ગેરંટી આપી હતી. આને આધાર બનાવીને મુંબઇ બેંકરપ્સી ટ્રિબ્યૂનલે એક વચગાળાના રિઝોલ્યૂશન પ્રોફેશનલને નિયુક્ત કરવા માટે આદેશ આપ્યો હતો. જે એસબીઆઇની 1200 કરોડની લોનની રિકવરી પર ધ્યાન રાખત.

અંબાણીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

ટ્રિબ્યૂનના આદેશની સામે અંબાણીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે પોતાની પીટિશનમાં બિઝનેસમેન લલિત જૈનનું પણ નામ લીધું હતું. આ બાબતમાં પણ દિલ્હી હાઇકોર્ટે ઇન્સોલ્વેન્સી પ્રક્રિયા પર પણ રોક લગાવી દીધી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!