GSTV

અનિલ અંબાણીને બ્રિટનની અદાલતમાં ધડાકો, પરિવાર ઉઠાવી રહ્યો છે મારો ખર્ચ અને દાગીના વેંચીને ચુકવી રહ્યો છું વકીલોને ફી

દેવામાં ડુબેલા અનિલ અંબાણીને ત્રણ ચીની બેંકોની લોન મામલે પોતાની સંપત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. શુક્રવારે બ્રિટનની એક અદાલતમાં અનિલ અંબાણીએ જણાવ્યું કે, તેની પાસે કોઈ મહત્વપૂર્ણ સંપત્તિ નથી. તેનો ખર્ચ ઘણો ઓછો છે, જે પત્ની અને પરિવારજનો ઉપાડે છે. આવકનો બીજો કોઈ સ્ત્રોત પણ નથી. તે પોતે એક સાધારણ જીવન જીવી રહ્યાં છે અને તે માત્ર એક કારનો જ ઉપયોગ કરે છે.

બેંકોએ વ્યાજની સાથે રકમ વસુલવા કર્યો છે કેસ

ફેબ્રુઆરી 2012માં રિલાયન્સ કોમે ત્રણ ચીની બેંકો પાસેથી 700 મિલિયન ડોલર કરતા પણ વધારે લોન લીધી હતી. જેની પર્સનલ ગેરેંટી અનિલ અંબાણીની હતી. કંપનીએ હવે દેવાળુ ફુક્યું છે તો બેંકોએ વ્યાજની સાથે રકમ વસુલવા માટે કેસ દાખલ કર્યો છે. લોન દેનારાઓમાં ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ (મુંબઈ બ્રાંચ), ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઈના છે.

અંબાણી સામે તમામ કાનૂની કાયદાનો કરાશે ઉપયોગ

22 મે 2020માં લંડનની હાઈકોર્ટના જજે નિર્ણય સંભળાવતા કહ્યું કે, અનિલ અંબાણી તરફથી 12 જૂન સુધીમાં ત્રણ ચીની બેંકોને 7.17 મિલિયનની ચૂકવણી કરવામાં આવે. પરંતુ સમય ઉપર ચૂકવણી નહીં થતા બેંકોએ સંપત્તિની જાહેરાત કરવાની માગ કરી હતી. ફરી અદાલતે અનીલ અંબાણીને 29 જૂનના રોજ દૂનિયામાં તેની ફેલાયેલી સંપત્તિને જાહેર કરવાનો આદેશ કર્યો હતો. તેણે એફિડેવિટમાં તે પણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે જે સંપત્તિઓમાં તેની પૂરી ભાગીદારી છે કે તેની સાથે સંયુક્ત હક્કદાર છે. આ ત્રણ ચીની બેંકોએ તે સ્પષ્ટ કરી દીધું છે કે, તે અંબાણીની સામે તમામ કાનૂની કાયદાના વિકલ્પોનો ઉપયોગ કરશે.

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!