GSTV

5,448 કરોડ ચૂકવવા અનિલ અંબાણીને મળ્યા ફક્ત આટલા જ દિવસ, હજુ 10 કરોડ ડોલરનો કેસ તો ઉભો

ઉદ્યોગપતિ

બ્રિટિશ કોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને  રૂ.5448 કરોડ ચીનની ત્રણ બેંકોનો ચૂકવે એવો આદેશ કર્યો હતો. ચીનની ત્રણ બેંકોએ પર્સનલ ગેરેન્ટી પરથી ૨૦૧૨માં લીધેલી લોનની બાકી રકમ ચૂકવવા માટે બ્રિટનની કોર્ટમાં અરજી કરી હતી.

ચીનની ત્રણ બેંકોએ બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો

ચુકાદો બેંકોની તરફેણમાં આવ્યો હતો. ચીનની ત્રણ બેંકોએ બ્રિટિશ કોર્ટમાં કેસ કર્યો હતો કે એનું અનિલ અંબાણી પર 7.71 કરોડ ડોલરનું કરજ છે. 2012માં અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીને આપેલી લોનમાંથી આટલી રકમ બાકી નીકળતી હોવાનો દાવો ત્રણ ચીની બેંકોએ કર્યો હતો. ત્રણેય બેંકોએ કુલ 10 કરોડ ડોલરની રકમ માટે અરજી કરી હતી. તે અરજીના સંદર્ભમાં કોર્ટે અનિલ અંબાણીને 21 દિવસમાં રૂ.5448 કરોડ ડોલરની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે 10 કરોડ ડોલરની રકમની કુલ અમાઉન્ટનો કેસ 2021માં ચલાવવાનો સંકેત પણ આપ્યો હતો.

પર્સનલ ગેરેન્ટીનું અનિલ અંબાણીએ ઉલ્લંઘન કર્યું

અગાઉ કોર્ટે અનિલ અંબાણીની કંપનીએ રજૂ કરેલા પુરાવા બાબતે ટીકા કરી હતી. અનિલ અંબાણીએ આવક મુદ્દે રજૂ કરેલા દસ્તાવેજો માન્ય રાખ્યા ન હતા અને ટ્રાન્સપરન્સી જળવાઈ ન હોવાની ટકોર કરી હતી. કંપનીઓએ પર્સનલ ગેરેન્ટીનું અનિલ અંબાણીએ ઉલ્લંઘન કર્યું હોવાની દલીલ રજૂ કરી હતી.

READ ALSO

Related posts

તાપી/ કાંતિ ગામિત સહિત 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 19 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં

pratik shah

IND vs AUS: પ્રથમ ટી20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

Bansari

આદિત્ય નારાયણના રિસેપ્શનમાં ગોવિંદા સાથે આ સ્ટાર્સે કરી ઘણી મસ્તી, જુઓ વીડિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!