GSTV

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Last Updated on August 1, 2021 by Pravin Makwana

મહારાષ્ટ્રના જાલના શહેરમાં જમાઈએ આખુ ગામ ગાંડૂ કર્યુ હતું. જે બાદ પોલીસ અને સાસરિયાવાળાનો પરસેવો છૂટી ગયો હતો. પત્નિ અને સસરાથી નારાજ જમાઈ વિજળીના થાંભલા પર ચડી ગયો હતો. જ્યારે લોકોએ આ નજારો જોયો તો, બેઘડી તેઓ પણ દંગ રહી ગયા. વિજળી વિભાગને જાણ કરીને આ લાઈનની લાઈટ બંધ કરાવી પડી હતી. ઘટના સ્થળ પર સાસરિયા પક્ષની સાથે સાથે પોલીસ પણ પહોંચી ગઈ. ખૂબ સમજાવ્યા બાદ આખરે પોલીસે જમાઈને નીચે ઉતાર્યો હતો.

જાલના શહેરના સોનખેડા ગામમાં જમાઈએ ચાર કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જમાઈનું નામ મંગેશ છે જે થોડા દિવસ પહેલા સાસરિયામાં પહોંચ્યો હતો. જ્યાં પત્નિ અને સસરા સાથે તેને ડખો થયો.જે બાદ ગુસ્સે થઈને જમાઈરાજા ઘર બહાર નિકળી ગયાં.

મંગેશ ગામની નજીક આવેલા એક વિજળીના ટાવર પર જઈને ચડી બેઠા. ગામલોકોએ જ્યારે આ ઘટના જોઈ તો તેઓ પણ દંગ રહી ગયા. મુંગેશ ને કોઈ રોકે તે પહેલા તો તે ખૂબ ઉંચે ચડી ગયો હતો. વિજળીના ટાવરમાં કરંટ હતો. લોકોએ ફટાફટ વિજળી વિભાગને જાણ કરીને લાઈટ સપ્લાઈ બંધ કરાવી દીધો.

તો વળી જમાઈબાબૂ થાંભલા પર ચડ્યા હોવાની જાણ થતાં સાસરિયાપક્ષ દોડતા આવ્યા હતા. નીચે ઉતરવા માટે ખૂબ આજીજી કરી. પણ જમાઈ માન્યા નહીં. આખરે પોલીસ પણ દોડી આવી. જેના કારણે પત્નિ અને સસરા ચિંતામાં આવી ગયાં.

જમાઈએ થાંભલા પરથી જણાવ્યુ હતું કે, પત્નિ અને સસરા એવુ ઈચ્છે છે કે હું ઘર જમાઈ બનીને રહું, પણ હું સાસરિયામાં રહેવા માગતો નથી. એટલા માટે મેં આવુ પગલુ ભર્યુ છે. તો વળી ત્યાં આવેલી પોલીસે મુંગેશની આખી વાત સાંભળી.

પોલીસે તેને સમજાવ્યો કે, તેની બધી વાત માનવામાં આવશે. સસરા પણ તેને ઘર જમાઈ નહીં બનાવે. આ શરતે મંગેશ ટાવર પરથી નીચે ઉતર્યો હતો. જે બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

READ ALSO

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!