GSTV

ટિકિટ વહેંચણીમાં ધાંધલી/ કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ ન મળતા સાસૂ-વહુએ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં માંડ્યા, રૂપિયા માગવાનો લગાવ્યો આરોપ

Last Updated on January 15, 2022 by Pravin Makwana

UPમાં વિધાનસભા ચૂંટણીમાં રાજકીય અખાડામાં ટક્કર આપવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરતા ક્યાંક ખુશીનો માહોલ તો વળી ક્યાંક ગમનો માહોલ પણ સર્જાવા લાગ્યો છે. ઘણી એવી જગ્યા છે. જ્યાં ઈચ્છા મુજબની સીટ ન મળતા, અથવા તો પાર્ટી તરફથી ટિકિટ ન મળતા નેતાઓ નારાજ થઈને બેસી જતાં હોય છે. બાદમાં આવા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર સતાવતા દુનિયાની સામે આવી પોતાનો બળાપો ઠાલવતા હોય છે.

કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ ન મળતા નારાજ સાસૂ અને વહુએ શુક્રવારે સવારે લખનઉમાં પાર્ટી કાર્યાલયની સામે બેસીને ધરણાં પર ઉતરી ગયા હતા. લખનઉની બીજી એવી સીટ છે, જેના પર ટિકિટ વહેંચણીને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. એક દિવસ પહેલા સરોજનીનગરથી ટિકિટ માગતી કોંગ્રેસની પોસ્ટર ગર્લ. ડો. પ્રિયંકાએ ટિકિટ વહેંચણીમાં ધાંધલી થઈ હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, મહિલા છું, લડી શકું છું, પણ લડવા ન દીધી. હજૂ આ મામલો શાંત નથી થયો ત્યાં બીજૂ પ્રકરણ આવીને ઊભું રહ્યું.

શુક્રવારે બીકેટીમાંથી ટિકિટની દાવેદાર શિલા મિશ્રા સંગઠનથી આરપારની લડાઈ લડવા કૂદી ગયા. ગળામાં પોસ્ટર લગાવીને મોલ એવન્યૂ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર ધરણાં આપવા આવી પહોંચ્યા હતા. થોડીવારમાં તેમની વહું પણ ત્યાં આવીને બેસી ગયાં. શિલા મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે, પાર્ટીના પદાધિકારીઓએ મોટી રકમની માગ કરી હતી. તેટલી વ્યવસ્થા કરી શકી નથી. જેટલું થઈ શકે તેટલું લઈને આવી તો કહ્યું કે, આટલાથી કામ નહીં ચાલે.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!