GSTV
Home » News » અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

ચૂંટણીઓમાં રાજકીય પક્ષો તેમની પ્રતિભાને વેગ આપવા બોલીવુડ અને ટીવી સેલિબ્રિટીઝનો સહારો લે છે. ત્યારે 2019 ની લોકસભા ચૂંટણીમાં આ ટ્રેન્ડ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે જાણીતા સેલિબ્રિટીઝનો સંપર્ક કરવામાં આવે છે.

જેમાં એક સેલિબ્રિટીનું નામ ખૂબ ચર્ચામાં જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે તમે “ભાભીજી ઘર પર હૈ” આ સિરીયલ તમે જોઈજ હશે, તેમાં અંગૂરી ભાભી પાત્ર ભજવનાર શુભાંગી અત્રે પાસે ઘણા પક્ષો તરફથી લોકસભાની ચૂંટણીનાં પ્રચારના ભાગ બનવા માટે ઓફર આવી છે. જ્યારે આ એકટ્રેસની લોકપ્રિયતા જોઈને તેમને દરેક પક્ષો તેમની સાથે જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ અભિનેત્રીને આ ઓફર્સને ફગાવી દીધી છે.

જ્યારે એક ખાનગી ઈન્ટરવ્યું દરમ્યાન શુભાંગી અત્રે એ ખુલાસો કરતા કહ્યું કે તેમણે અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાની 6 ઓફર ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે આ ઓફર મને દેશની જુદા જુદા રાજકીય પક્ષો તરફથી આવ્યા હતા. પરંતુ મારા પાત્રની લોકપ્રિયતા જોતા જેમાંથી સૌથી વધારે ચૂંટણી પ્રચારની ઓફર ઉત્તરપ્રદેશ અને નાના શહેરો માટે હતી.

શુભાંગીએ ચૂંટણી પ્રચારના આ ઓફર્સને સ્વીકારી નહોંતી કારણકે તેઓ કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નથી કરવા માંગતી. તેટલા માટે પ્રચારની આ ઓફર્સનો ભાગ બનવા માટે ના પાડી હતા.તેમણે વધુમાં જણાવ્યું કે હું રાજનીતી અને કેટલાક રાજકીય નેતાઓને ફોલો કરુ છું.અને તેમના માટે હું ઘણીવાર ટવિટ પણ કરુ છું. પરંતુ કોઈ પાર્ટી કે કોઈ ઉમેદવાર માટે ઓફિસયલી પ્રચાર કરવો એ અલગ છે. જે હું નથી કરવા માંગતી.

જ્યારે ગયા અઠવાડીયે “ભાભીજી ઘર પર હૈ” સિરીયલ પર આચર સહિંતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો.જેમાં શો નાં એક એપિસોડમાં મોદી સરકારની સ્કિમને પ્રમોટ કરવા બદલ ચૂંટણી પંચમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારે આ બાબતે ચૂંટણી પંચે ચેનલને શો કોઝ નોટીસ પાઠવી છે. જ્યારે ચૂંટણી પંચને ચેનલને આ વિવાદ કંટેન્ટ હટાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

જ્યારે શુભંગી અત્રે નેચૂંટણી પંચની નોટિસ વિશે પૂછવામાં આવતા, તેઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું – આ વિશે વાત કરવાનો યોગ્ય સમય નથી. જ્યારે ચેનલ આ મુદ્દો જોઈ રહી છે. એક અભિનેત્રી તરીકે હું આ અંગે ટિપ્પણી કરી શકતી નથી.

READ ALSO

Related posts

યમનના હુત્તી બળવાખોરોએ સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો

Path Shah

વિપક્ષને ચૂંટણી પંચનો ઝટકો, મતગણતરીના અંતે જ મેળવવામાં આવશે VVPAT અને EVM

Bansari

ZOMATO ઉપર નવા PMનું નામ કહો અને ફૂડ ઓર્ડર પર મેળવો ડિસ્કાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!