GSTV
India News Trending

ગેહલોતની સત્તા લાલસાથી રાહુલ ગાંધી નારાજ, કોચીમાં ક્લાસ લઈ લીધો

અશોક ગેહલોત રાજસ્થાનનું મુખ્યમંત્રીપદ છોડવા તૈયાર નથી તેથી રાહુલ ગાંધી નારાજ હોવાનું કહેવાય છે. રાહુલે સોનિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગેહલોત હોય કે બીજું કોઈ હોય, પક્ષમાં દરેકને એક વ્યક્તિ, એક હોદ્દો સિધ્ધાંત લાગુ પડશે જ.

રાહુલ ગાંધીએ ગુરુવારે કોચીમાં મળવા માટે આવેલા અશોક ગેહલોતને પણ આ વાત સ્પષ્ટ રીતે કહી દીધી હતી. ગેહલોત રાહુલને મળીને છેલ્લી વાર પ્રમુખપદે બેસવા માટે મનાવવા ગયા હતા પણ રાહુલે તેમનો જ ક્લાસ લઈ લીધો.

ગેહલોતે પ્રમુખપદ અને મુખ્યમંત્રીપદ બંને પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી તેની સામે નારાજગી દર્શાવતાં રાહુલે ગેહલોતને એમ કહ્યું હોવાનું મનાય છે કે, ઉદયપુર અધિવેશનમાં એક વ્યક્તિ, એક પદનો સૈધ્ધાંતિક નિર્ણય લીધો તેમાં બાંધછોડ ના કરવી જોઈએ.

ગેહલોતે દલીલ કરેલી કે, પ્રમુખપદ એક વ્યક્તિ, એક પદના દાયરામાં નથી આવતું. આ સાંભળીને બગડેલા રાહુલે ગેહલોતને આદર્શ સ્થાપવા સલાહ આપી હોવાનું પણ કહેવાય છે. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં પણ કહેલું કે, કોંગ્રેસ પ્રમુખપદ માત્ર હોદ્દો નથી પણ એક વિચાર છે.

READ ALSO

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV