બોલિવૂડ અને ટીવીની કોમેડીયન ભારતીસિંહ તથા તેના પતિ હર્ષ લિંબાચીયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે તેમને જામીન પણ મળી ગયા હતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ભારતીના મુંબઈ ખાતેના નિવાસે દરોડા પાડ્યા હતા જેમાં તેમણે 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ઘણા મિમ્સ વાયરલ થયા છે. આ ઉપરાંત તેની સામે ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો છે. આ અંગે જાણીતા ટીવી એક્ટર કરણવીર બોહરાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
Let the NCB do their job, and have some shame, don't speak about someone's talent like this, they have reached here with their own hardwork and gods blessings… #BhartiSinghwearewithyou #BhartiSingh https://t.co/oXKs1cMNqC
— Karanvir Bohra (@KVBohra) November 21, 2020
ભારતીની ધરપકડ બાદ વાયરલ થઈ રહેલા મિમ્સ અંગે કરણવીર બોહરાએ જણાવ્યું હતું કે એનસીબીને તેમનું કામ કરવા દો અને થોડી શરમ રાખો. કોઈની કલા વિશે આવી વાતો ન કરો. તેઓ તેમની કલા અને મહેનતને કારણે અહીં સધી પહોંચ્યા છે. જોકે કરણવીરની આ ટ્વિટ સામે પણ યુઝર્સના રિએક્શન આવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો

હકીકતમાં એનસીબીએ શનિવારે ડ્રગ્સ પેડલરે આપેલી માહિતી બાદ ભારતીના અંધેરી, વરસોવા અને લોંખડવાલા ખાતેના મકાન પર દરોડો પાડ્યો હતો. જયાંથી તેમને 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એજન્સીએ ભારતી તથા તેના પતિ હર્ષને બપોરે 3.00 કલાકે ઝડપી લીધા હતા. લગભગ ત્રણ કલાક બાદ એનસીબીએ ભારતીની ધરપકડ કરી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. જ્યારે હર્ષની ધરપકડ અંગે તો રવિવારે સવારે પુષ્ટિ કરવામાં આવી હતી.
14મી જૂને સુશાંતસિંહ રાજપૂતે આત્મ હત્યા કરી ત્યાર બાદ તેની ગર્લફ્રેન્ડ રિય ચક્રવર્તીએ જાહેરમાં કબૂલ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. ત્યાર બાદ આ તપાસમાં નવો એંગલ આવ્યો હતો અને ડ્રગ્સ એંગલથી તપાસ શરૂ થયા બાદ બોલિવૂડમાં વિવાદનો વંટોળ જાગ્યો છે. આ મામલે અત્યાર સુધીમાં દિપીકા પાદુકોણ, શ્રદ્ધા કૂપર, રકુલપ્રિત અને સારા અલી ખાન સહિત ઘણાની પૂછપરછ થઈ ચૂકી છે.
Read Also
- VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત
- સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
- વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું છે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?
- પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ
- 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા : 3300 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, બજેટ પહેલાં રાખજો સાવધાની નહીં તો મર્યા