એંજેલો પરેરાએ 81 વર્ષ પછી ઈતિહાસ પલટ્યો, એક જ મેચમાં 2 બેવડી સદીઓ ફટકારી

શ્રીલંકાની ઘરેલું કલબ નોન ડેસ્ક્રપ્ટિસ ક્રિકેટ ક્લબ (એનસીસી)ના કેપ્ટન એંજેલો પરેરાએ પ્રથમ શ્રેણીની મેચમાં બે બેવડી સદીઓ ફટકારીને ઈતિહાસને પુનરાવર્તિત કર્યો છે. આ ક્રિકેટ ઈતિહાસમાં ફકત બીજી તક છે જયારે કોઈ બેટ્સમેને પ્રથમ શ્રેણી મેચમાં બે ડબલ સદીઓ જમાવી છે. આ પહેલા 1938માં ઈગ્લિંશ કાઉંટી કેંટના બેટ્સમેન આર્થર ફેગએ એસેક્સની સામે 244 અને 220 રન ફટકાર્યા હતા.

પરેરાએ શ્રીલંકાની પ્રથમ શ્રેણી પ્રીમિયર લીગના આઠમા સ્ટેજની મેચમાં સિંહલી ક્રિકેટ ક્લબ (એસસીસી)ની સામે ચાર દિવસની મેચની પહેલી ઈનિંગ્સમાં 203 બોલ પર 201 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 268 બોલ પર 231 રન બનાવ્યા છે. એસસીસીના મેદાનની પિચ જો કે ઘણી ફ્લેટ છે પરંતુ પરેરાનું આ પ્રદર્શન એક સારા બોલરના આક્રમણ સામે છે. જેમાં ધમિકા પ્રસાદ અને સચિત્રા સેનાનાયકે જેવા બોલરો છે. જે શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકયા છે. પ્રીમિયર લીગની આ સિઝનમાં ઘણાં બેટ્સમેનોએ ડબલ સદીઓ જમાવી છે. પરેરા પહેલાં એવા બેટ્સમેન છે જેમણે બે ઇનિંગમાં બે સદીઓ ફટકારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter