હોલીવૂડની હોટ હિરોઈન જોડાઈ શકે રાજકારણમાં, આપ્યા આ સંકેતો

ભારતમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ હાલમાં રાજકારણમાં છે. જેમાં હેમામાલિની, જયા પ્રદા જેવા નામ મોખરે છે. કોંગ્રેસમાં પણ નગમા આજે પણ કદાવાર નેતા ગણાય છે. રાજકારણમાં હિરોઈનને જલદી એન્ટ્રી મળતી હોવાથી તેઓ આ તકનો ઉપયોગ કરતી હોય છે. એત એવા સમાચાર આવ્યા છે કે, હોલીવુડની જાણીતિ અભિનેત્રી ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે. અભિનેત્રી અને ડાયરેક્ટરે તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન આમ જણાવ્યું છે.

હું ત્યાં જ જઈશ, જ્યાં મારી જરૂર છે

અભિનેત્રી એંજેલિના જોલીએ ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં ઝંપલાવવાના સંકેત આપતા જ અનેક પ્રકારની અટલળો વહેતી થઈ છે. એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં એંજેલિના જોલીએ કહ્યું હતું કે, સાચુ કહું તો જો તમે મને આ પ્રશ્ન 20 વર્ષ પહેલાં પુછ્યો હોત તો મેં તેને હાસ્યમાં ઉડાવી દીધી હતી. મને ખરેખર ખબર નથી. હું હંમેશા કહેતી આવી છું કે, હું ત્યાં જ જઈશ, જ્યાં મારી જરૂર છે.

મને કદાચ નથી ખબર કે મારામાં આ પ્રતિભા છુપાઈ હોય

મને નથી ખબર કે હું રાજકારણ માટે યોગ્ય છું કે કેમ. પરંતુ મે મજાકમાં પણ એ કહ્યું છે કે, મને કદાચ નથી ખબર કે મારામાં આ પ્રતિભા છુપાઈ હોય, હું કદાચ એ માટે ઘણી ખરી હદે તૈયાર છું. એંજેલિના જોલીએ ઉમેર્યું હતું કે, હું કોઈ પણ પ્રકારના પડકાર માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, આ અભિનેત્રી અગાઉથી જ સંયુક્ત રાષ્ટ્રના અનેક પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. જેમાં તે ઉત્સાહપૂર્વક ભાગ પણ લેતી રહે છે. એન્જિલીના જોલી એ એક દમદાર અભિનેત્રી છે. જે રાજકારણમાં જોડાઈ પણ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter