GSTV
Home » News » 1500નો વાયદો કરીને 900 રૂપિયા જ વધાર્યા, જામનગરના આંગણવાડી વર્કર બહેનો રોષે ભરાયા

1500નો વાયદો કરીને 900 રૂપિયા જ વધાર્યા, જામનગરના આંગણવાડી વર્કર બહેનો રોષે ભરાયા

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 400 જેટલી આંગણવાડી વર્કર બહેનોએ બજેટની પ્રતિકૃતિની હોળી કરી હતી. આંગણવાડી બહેનોએ ગુજરાતના બજેટમાં નાણામંત્રી દ્વારા તેમના પગાર વધારામાં અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો હતો. સરકારે તેમને 1500 રૂપિયાના વધારાના વચન સામે 900 રૂપિયાનો જ વધારો કરતા તેઓ રોષે ભરાઇ હતી. બજેટ પ્રતિકૃતિની હોળી કરતા તેમણે અગાઉ આપેલ ખાત્રી મુજબ સરકાર પગાર વધારો કરે તેવી માગણી કરી છે.

બીજી તરફ મોદી સરકારે આ રીતે નોકરિયાતોને કરી દીધા ખુશ…

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરિયાતોને ખુશ કરવા વધુ એક પ્રયાસ કર્યો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની ગુરૂવારે મહત્વની બેઠક મળી. જેમાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર નવા વ્યાજ દરનું એલાન થયું. નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર વધારીને 8.65 ટકા કરવામાં આવ્યો. જે અગાઉ 8.55 ટકા હતો. જે મુજબ પીએફના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો થયો.

આ વધારાનો લાભ 6 કરોડ નોકરિયાતોને મળશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની વ્યાજ દર વધારાના પ્રસ્તાવને મંજૂરી બાદ હવે તેને નાણા મંત્રાલયને મોકલવામાં આવશે.

Read Also

Related posts

INDvsPAK: શાહરૂખ ખાને ટીમ INDIAને આ રીતે કર્યું ચિયર, દિકરા સાથે મેચ જોવા છે તૈયાર

Arohi

પાકિસ્તાને ભારતને આપી માહિતી, થઈ શકે છે મોટો આતંકી હુમલો

Mayur

આ 5 રીતે કાર ચલાવવાની ટેવ છે? તો હજુ સમય છે ચેતી જજો, નહીં તો ગાડી ભંગાર થઈ જશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!