GSTV
Amreli Trending ગુજરાત

અમરેલીની આંગણવાડીમાંથી જીએસટીવીને હાથ લાગ્યા ભ્રષ્ટાચાર પુરાવા

અમરેલીમાં આંગણવાડીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. અમરેલીની વડિયા પંથકની આંગણવાડીમાંથી કૌભાંડના પુરાવા જીએસટીવીને હાથ લાગ્યા છે. બાળકો અને સગર્ભા મહિલાઓ સાથે ચેડાં થઇ રહ્યા હોવાના પુરાવા સામે આવ્યા છે. આંગણવાડીઓમાં લેબલ કે મારકા વગરનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે.

બાળકો અને સગર્ભા મહિલાઓને આ પોષણક્ષમ ખોરાક આપવામાં આવે છે. પરંતુ આ પ્રોડક્ટ કઈ કંપનીની છે. તેની મેન્યુફેક્ચરી ડેટ કે પછી તેની વેલિડિટી કેટલી છે. કેટલા વજનનો જથ્થો છે તે કશું લખવામાં આવ્યું નથી. એટલું જ નહીં. તેને બનાવવાની રીત પણ આપવાની હોય છે. પરંતુ અહીં આવેલો જથ્થો સાવ કોરો જોવા મળ્યો. આ જથ્થો માત્ર આંગણવાડીના ઉપયોગ માટે જ હોય છે. પરંતુ આવી કોઈ સૂચના પણ લખવામાં નથી આવી. જેથી આ જથ્થો ગેરકાયદેસર રીતે આંગણવાડીઓમાં વહેંચવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ જથ્થો ટી.એચ.આર વડીયાનો હોવાનું આંગણવાડીના વર્કરો પાસેથી જાણવા મળ્યું છે.

ત્યારે સવાલ એ થાય કે વગર લેબલનો આ જથ્થો આંગણવાડીમાં ક્યાંથી આવ્યો. તેને કોણ મૂકી ગયું. આંગણવાડીમાં કોણે આ જથ્થો સ્વીકાર્યો. શા માટે તેના પર જરૂરી વિગતો નથી લખેલી. આવી વસ્તુઓ ખાવાથી જો અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસે આંગણવાડીના બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV