અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ ‘થાલઈવી‘(Thalaivii) બે સપ્તાહ સુધી સિનેમાઘરોમાં શક્તિ બતાવ્યા પછી હવે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રાણાવતની આ ફિલ્મ આજે એટલે 25 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ ગઈ છે. AL. વિજય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તામિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના જીવન પર આધારિત છે.
હાલ થાલઈવી ફિલ્મનું હિન્દી વર્ઝન નેટફ્લિક્સ પર રિલીઝ થયું છે. એને બે સપ્તાહ પછી તમિલ અને તેલુગુ ભાષા વાળી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તજણાવી દઈએ કે હિન્દી વર્ઝનના રાઇટ્સ સિનેમાઘરોને માત્ર બે સપ્તાહ સુધી જ આપવામાં આવ્યા હતા. ત્યાં જ તામિલ અને તેલુગુ વર્ઝનના રાઇટ્સ ચાર સપ્તાહ માટે આપવામાં આવ્યા હતા. માટે બે સપ્તાહ પછી નેટફ્લિક્સ પર તેલુગુ અને તામિલ ભાષામાં રિલીઝ થશે.
કંગનાએ સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
આ જાણકારી પોતે કંગનાએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી છે. કંગના રાણાવતે ફિલ્મનું એક પોસ્ટર શેર કરતા લખ્યું- થલાઈવી નેટફ્લિક્સ પર આજથી દુનિયાભર માટે સ્ટ્રીમિંગ થઇ રહી છે. આઓ અને જુઓ.
આજથી નેટફ્લિક્સ પર રિલીઝ

તમને જણાવી દઈએ કે કંગના રાણાવત સ્ટારર થલાઈવીને દર્શકોને મિશ્ર પ્રતિક્રિયા મળી છે. જો કે આ ફિલ્મ સાઉથ ઇન્ડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે સાઉથ ઇન્ડિયામાં જ વધુ કમાણી કરી શકી. ઉત્તર ભારતમાં વધુ જોર નહિ બતાવી શકી. હિન્દી બેલ્ટમાં ફિલ્મની કમાણી સરેરાશ રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે પહેલા જ ઘોષણા કરી દેવામાં આવી હતી કે ફિલ્મ OTT પર પણ રિલીઝ થશે. કદાચ માટે જ લોકોએ સિનેમાઘર તરફ રસ ઓછો દાખવ્યો.
આ ફિલ્મમાં જય લલિતાની પ્રાઇવેટ લાઈફથી લઇ રાજનૈતિક સંઘર્ષ સુધીની વાત પર બની છે. ફિલ્મમાં કંગના રાણાવત ઉપરાંત અરવિંદ સ્વામી અને ભાગ્યશ્રી જેવા ઘણા કલાકાર સામેલ હતા. અરવિંદ સ્વામીએ ફિલ્મઆ એમજી રામચંદ્રનની ભૂમિકા ભજવી છે, જયારે ભાગ્યશ્રી, જયલલિતાની માતા સંધ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે.
Read Also
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી
- રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો
- Supreme Court: બિલકિસ બાનોના મામલે બનાવાશે સ્પેશિય બેન્ચ, CJI ચંદ્રચૂડે કહ્યું- સાંજે કરશું વિચાર