GSTV
Home » News » આંગડિયા પેઢીના કર્મચારીની દાનત બગડી અને આટલા કરોડનો લગાવી દીધો ચુનો

આંગડિયા પેઢીના કર્મચારીની દાનત બગડી અને આટલા કરોડનો લગાવી દીધો ચુનો

સાબરકાંઠાના હિંમતનગરની આંગડિયા પેઢીમાં થયેલા ઉચાપતનો પાટણ એલસીબીએ ભેદ ઉકેલી નાખ્યો છે. એક શખ્સને પાટણ પાસેથી રૂપિયા 34 લાખના રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદના એક વેપારીએ ઉદેપુરથી એક પેઢી માંથી રૂપિયા 1 કરોડ 70 લાખનું પેમેન્ટ લઈ આવવા માટે હિંમતનગર ના એક આંગડિયા પેઢીના કર્મચારીને મોકલ્યા હતા.

જોકે આ કર્મચારીની દાનત બગડતા તેને 6 ઈસમો સાથે રાખી કાવતરું રચીને 1 કરોડ 70 લાખની ઉચાપત કરી ફરાર થયો હતો. જેન લઈને આંગડિયા પેઢી ના માલિકે હિંમતનગર પોલીસ સ્ટેશન માં કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ની જાણ પાટણ એલસીબી ને જાણ કરાતા પાટણ એલસીબીએ આ પેઢી માં કામકરતો ઠાકોર દાનસંગજીને ઝડપી પાડ્યો છે.

આંગડિયા પેઢીનો કર્મચારી પોતાના વતન મહેમદપુર આવ્યો હતો. ત્યાંથી તેને 34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read Also

Related posts

ફ્રીજમાં જામેલા બરફનું ઠંડુ પાણી તો પીધું હશે, પણ તેના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

Bansari

ઘરના આ ખૂણામાં મુકો તિજોરી, થઇ જશો માલામાલ

Bansari

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!