GSTV
Home » News » ગણેશ ચતુર્થીના તહેવાર પર અા કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

ગણેશ ચતુર્થીના તહેવાર પર અા કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

દેશમાં ગણેશ ઉત્સવની શરૂઆત 13 સપ્ટેમ્બરથી થઈ રહી છે જે 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. તહેવારને અનુલક્ષીને કાર કંપનીઓ ગાડિઓ પર ઘણી સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ  આપી રહી છે. તમે પણ જો નવી કાર ખરીદવાનુ વિચારી રહ્યા છો તો આ એક યોગ્ય સમય છે. અમે જણાવીશુ કે કઈ કાર પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

હ્યુંડાઈગ્રેડ આઈ 10 : ગણેશ ચતુર્થીના અવસર પર હ્યુંડાઈ ગ્રેડ આઈ 10 પર ઘણી સારી ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. Manga (પેટ્રોલ) આ વોરિયન્ટની કિંમત 4.49 લાખ રૂપિયા છે અને આ કાર પર 20 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને 5000 રૂપિયાની વધારાની ઓફર આપવામાં આવી રહી છે.

Sprotz(પેટ્રોલ) : આ વોરિયન્ટની કંમત 5.49 લાખ રૂપિયા છે અને આ કાર પર રૂ.20,000ની એક્સચેન્જ ઓફર મળી રહી છે તેમજ સરકારી કર્મચારીને રૂ.5000ની વધારાની ઓફર આપવામાં આવી રહી છે.

Asta (પેટ્રોલ): આ વોરિયન્ટની કિંમત 5.49 લાખ રૂપિયા છે અને તેના પર રૂ. 20,000 રૂપિયાની એક્સચેંજ ઓફર રહી છે તે ઉપરાંત બીજા-ત્રીજા વર્ષનો થર્ડ પાર્ટી વીમો પણ આપવામાં આવી રહ્યો છ. જો કે આ ઓફર 23 સપ્ટેમ્બર સુધી જ છે.

મહિન્દ્રાની કાર પર ડિસ્કાઉન્ટ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ પોતાની કાર પર સારૂ ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહી છે. સ્કોર્પિયો પર તમને 43000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે XUV500 par tamane 25000 રૂપિયાની બચત થશે. આ ઉપરાંત TUV300 પર 35,000 રૂપિયાનુ કેશ બેક ડિસ્કાઉન્ટ  આપવામાં આવી રહ્યુ છે જ્યારે બોલેરો પાવર પ્લસ પર 17000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. KUV100 પર 40 હજાર રૂપિયા સુધીનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

રેનોની કાર પર છૂટ : ગણેશ ચતુર્થીના અવસર પર પોતાના ગ્રાહ્કો માટે રેનો પણ ઓફર્સ લઈને આવ્યુ છે. ડસ્ટરની ખરીદી પર  તમે રૂ.60,000 સુધીનો ફાયદો મેળવી શકો છો. તેમજ સઆથે એક રૂપિયામાં વીમાની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત Captur પર 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જ્યારે નાની કાર ક્વિડ પર 7.99 ટકા વ્યાજના દરે લોન અને અમુક સ્ટોક પર 1 રૂપિયામાં વીમો આપવામાંઆવી રહ્યો છે. રેનોની આ ઓફર 24 સપ્ટેમ્બર સુધી જ લાગુ થશે.

Related posts

‘મોદી PM બને તો હું પાકિસ્તાન ચાલ્યો જાઉ’, આમ કહેનાર શાહરૂખે મોદીની બીજી જીત પર કહ્યું કંઈક આવું

Arohi

એક બેઠક જીતવા માટે મારા પર લગાવવામાં આવેલા આરોપો ‘ગંભીર’

Mayur

આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!