એન્ડ્રોયડ સ્માર્ટફોન આવતા પહેલા મોબાઈલ ફોન માત્ર કોલ કરવા અને મેસેજ કરવા સુદી જ સીમિત હતા, પરંતુ હવે લોકો સ્માર્ટફોનનો વપરાશ વધારે કરવા લાગ્યા છે. આજકલ નવી ટેકનોલીજીવાળા સ્માર્ટફોન બજારમાં આવી ચૂક્યા છે. જે ફાસ્ટ ચાર્જિંગ લેસ છે, પરંતુ ઘણી વખત લોકો પોતાના સ્માર્ટફોનના સ્લો ચાર્જ હોવાથી પણ પરેશાન રહે છે. સ્માર્ટફોનના સ્લો ચાર્જ હોવાની પાછળ પણ ઘણા કારણ હોય છે, જેના પર જલ્દીથી ધ્યાન આપવામાં આવતુ નથી. જો તમારો સ્માર્ટફોન પણ સ્લો ચાર્જ થાય છે તો અહીંય અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે પણ તમારા સ્માર્ટફોનને ફાસ્ટ ચાર્જ કરી શકશો.
ઓરિજિનલ ચાર્જરનો કરો વપરાશ
સ્માર્ટફોન ચાર્જ કરતા સમયે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો વપરાશ જ કરો. માર્કેટમાં મળનાર નકલી અને સસ્તા ચાર્જરનો વપરાશ બિલકુલ ન કરો. આવુ કરવાથી સ્માર્ટફોનના ફાટી જવાના ચાંસ વધારે રહે છે. સાથે જ સ્માર્ટફોનના ખરાબ હોવાનો પણ ખતરો રહે છે.
બેક કવર હટાવી ચાર્જ કરો
આપણ બધા પોતાના સ્માર્ટફોનને સેફ રાખવા માટે ફોન પર બેક કવર લગાવીએ છીએ, પરંતુ લગભગ તમે નહી જાણતા હોવ કે, બેક કવર લગાવી ફોનને ચાર્જ કરવાથી હીટ પણ બહાર નથી નીકળતી. કવરનો વપરાશ કરવાથી હીટ ટ્રેપ થઈ જાય છે. કારણ કે, ફોન ગરમ હોવાથી બેટરીની એએફીશિયંસી ઓછી થઈ જાય છે. જો તમે કવર હટાવી દેશો તો હીટ બહાર નીકળી જશે અને ફોન જલ્દી ચાર્જ થઈ જશે.
નકલી ડેટા કેબલનો વપરાશ કરો
ઘણી વખત જોવા મળે છે કે, ડેટા કેબલ જલ્દી ખરાબ થઈ જાય છે અને સસ્તા અને નકલી ડેટા કેબલનો વપરાશ કરે છે. જ્યારે ચાર્જર ઓરિજિનલ જ વપરાશ થાય છે. મિત્રો નકલી ડેટા કેબલના વપરાશથી ન માત્ર ફોન સ્લો ચાર્જ થશે, પરંતુ તેનાથી તમારો ફોન પણ ખરાબ થઈ શકે છે.
આ મોડ્સનો કરો વપરાશ
સ્માર્ટફોનને હંમેશા Power saving mode/ Battery saver પર જ રાખી ચાર્જ કરો. આવુ કરવાથી ફોન સ્માર્ટફોનના એક્સ્ટાર બેકગ્રાઉંડ એપ્સ બંધ થઈ જશે અને સ્માર્ટફોન જલ્દી ચાર્જ થશે.
ફોનને સ્વિચ ઓફ કરી ચાર્જ કરો
તમે ફોનને સ્વિચ ઓફ કરી પણ ચાર્જ કરી શકો છો. આવુ કરવાથી સ્માર્ટફોન જલ્દી ચાર્જ થશે. કારણ કે, નેટવર્ક સિગ્નલ્સ બંધ થઈ જશે અને ઘણી બધી એપ્લીકેશન પણ બંધ થઈ જશે. તેથી ફોનની બેટરી જલ્દી ચાર્જ થશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં