GSTV
Home » News » એશ્વર્યાના દિકરાની હઠ, સાચો જવાબ મળ્યા બાદ જ ઘરે પરત ફરશે

એશ્વર્યાના દિકરાની હઠ, સાચો જવાબ મળ્યા બાદ જ ઘરે પરત ફરશે

આંધ્રપ્રદેશના રહેવાસી એવા 29 વર્ષીય સંગીત કુમારે દાવો કર્યો છે કે એશ્વ્રર્યા તેની માતા છે. તેણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તે પોતાના વિશાખાપટ્ટનમ ખાતેના નિવાસસ્થાને ત્યારે જ પરત ફરશે જ્યારે તેની માતા એશ્વર્યા વિશે સાચી માહિતી મળશે.પોતાના ફોનમાં એશ્વર્યાની તસવીર લઇને ફરી રહેલા સંગીતે જણાવ્યું કે તે નાનપણથી પોતાની માતાની ગેરહાજરી અનુભવે છે. તે ઇચ્છે છે કે કોઇ તેને એશ્વર્યાનો ફોન નંબર આપે, જેનાથી તે એશ્વર્યા સાથે સીધી જ વાતચીત કરી શકે.

સંગીતે જણાવ્યું કે 1988માં  એશ્વર્યા રાયે લંડનમાં આઇવીએફ ટેકનીક દ્વારા તેને જન્મ આપ્યો છે. વિશાખાપટ્ટનમમાં રહેતા આ યુવકના પિતાનું નામ આદિવેલુ રેડ્ડી છે. તેણે કહ્યું કે લંડનમાં 1988માં તેનો જન્મ થયો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 1988માં એશ્વર્યાનીં ઉંમર ફક્ત 14 વર્ષ હતી.

અન્ય ક વાત વપણ સામે આવી છે કે બે વર્ષ સુધી એશ્વર્યાના માતા-પિતા વૃંદા અને કૃષ્ણરાયે તેનો ઉછેર કર્યો હતો. જો કે પછીથી તેના પિતા તેને વિશાખાપટ્ટનમના ચોડાવરમ લાવ્યાં હતાં. તેણે જણાવ્યું કે તેના કાકાનું નામ આદિત્યરાય છે.

સંગીતે તેમ પણ જણાવ્યું કે પરિવારે ધીમે ધીમે તેના જન્મ સાથે સંબંધિત પૂરાવાઓનો નાશ કરી દીધો.  27 વર્ષ સુધી અલગ રહ્યાં બાદ હવે તે તેની માતા સાથે રહેવા માંગે છે.

તેણે વધુમાં જણાવ્યું કે તેની માતાએ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતાં પરંતુ હવે તેઓ એકબીજાથી અલગ રહે છે.

Related posts

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!