GSTV

જાણો દેશના ક્યાં ચાર રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થવાની શક્યતા

ચૂંટણી પંચ 2019માં લોકસભાની ચૂંટણીની સાથે જ આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ કરાવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચના ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલોમાં ચારેય વિધાનસભાઓનો કાર્યકાળ મે અને જૂન-2019માં સમાપ્ત થઈ રહ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ કરાવવામાં આવે તેવી પણ સંભાવના છે. તાજેતરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ-કાશમીર વિધાનસભાને ભંગ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરાવીને ચૂંટણી પંચ પહેલા જ પરંપરાને નિભાવશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ કરાયા બાદ ચૂંટણી પંચને છ માસની અંદર અહીં ફરીથી વિધાનસભાની ચૂંટણી કરાવવી પડશે. આની આખરી સમયમર્યાદા મે માસમાં સમાપ્ત થઈ રહી છે. તેઓ લોકસભાની ચૂંટણીની સાથે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવી શકે છે. પરંતુ આમ પહેલા પણ થઈ શકે છે. સિક્કિમ વિધાનસભાનો કાર્યકાળ 27 મે-2019, આંધ્રપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 18 જૂન-2019, ઓડિશા વિધાનસભાનો કાર્યકાળ 11 જૂન-2019 અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ પહેલી જૂન-2019ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

ચૂંટણી પંચના એક અન્ય અધિકારીએ કહ્યુ છે કે જો મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને ચાર રાજ્યો તથા લોકસભાની ચૂંઠણીઓ સાથે મેળવી દેવામાં આવે. તો 2019માં કોઈ અન્ય ચૂંટણી યોજાશે નહીં. તેમણે ક્હ્યુ છે કે બંને રાજ્યોમાં ભાજપની સરકારો છે. જો પાર્ટી બંને વિધાનસભાને નિર્ધારીત સમયથી છ માસ પહેલા ભંગ કરવાનો નિર્ણય કરશે. તો લોકસભા અને ચાર રાજ્યોની સાથે તેની પણ ચૂંટણી કરાવી શકાય છે. બંને રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બર-2019માં સમાપ્ત થશે.

Related posts

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

તમારા જરૂરી કામ પતાવી લેજો, એપ્રિલના આ 14 દિવસોમાં બેન્ક રહેશે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!