આંધ્ર પ્રદેશમાં એક વૃદ્ધના મોત બાદ તેમના પુત્રએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી. પુત્રએ પિતાના અંતિમ સંસ્કાર માટે રૂપિયા માંગ્યા. જે બાદ મજબૂરીમાં પુત્રીએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. પિતાનો મૃતદેહ ઘરના આંગણે પડ્યો હોય અને તેવા સમયે અંતિમ સંસ્કાર કરવા માટે રૂપિયા માંગનાર પુત્રની ચારેતરફ ટીકા થઈ રહી છે. માનવતાને શર્મસાર કરતા આ સમાચાર આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લાના પેનુગંચિપ્રોલુના છે.

મૃતક વૃદ્ધ ગિંજુપલ્લી કોટાયા (80) આંધ્ર પ્રદેશના એનટીઆર જિલ્લાના પેનુગંચિપ્રોલુ મંડળના અનિગંદલાપડુ ગામના મૂળ નિવાસી હતા. મિલકતના મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઘણીવાર ઝઘડા થતા રહેતા હતા. કોટાયાને પોતાની જમીન વેચ્યા બાદ એક કરોડ રૂપિયા મળ્યા. જેમાં તેમણે પોતાના પુત્રને 70 લાખ રૂપિયા આપ્યા અને બાકી 30 લાખ રૂપિયા પોતાની પાસે રાખી દીધા. જેનાથી તેમનો પુત્ર ખુશ નહોતો.
પુત્ર પિતાને હેરાન કરતો હતો
મૃતક ગિંજુપલ્લી કોટાયાનો પુત્ર પોતાના ભાગના રૂપિયાથી ખુશ નહોતો. તેણે પોતાના પિતા પાસે બાકીના 30 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. તે 30 લાખ રૂપિયાને લઈને હંમેશા તેના પિતાને હેરાન કરતો હતો. રૂપિયા ન આપવા પર તે તેના પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેણે પોતાના પિતાને શારીરિક ત્રાસ પણ આપ્યો હતો. પોતાના પુત્રનો ત્રાસ સહન કરવામાં અસમર્થ ગિંજુપલ્લી કોટાયા પોતાની પત્ની સાથે અમુક સમય પહેલા તેમની પુત્રી વિજયલક્ષ્મીના ઘરે ગુમ્મદીદુરુ ગામ જતા રહ્યા. જે બાદથી દંપતી પોતાની પુત્રીના ઘરે રહેવા લાગ્યા.

ગિંજુપલ્લી કોટાયાના પુત્રને તેના પિતાના આરોગ્યની બિલકુલ ચિંતા નહોતી. તેમની પુત્રી જ તેમના સ્વાસ્થ્યની સારસંભાળ રાખતી હતી. શુક્રવારે ગિંજુપલ્લી કોટાયાનું બીમારી બાદ નિધન થઈ ગયુ. પરિવારજનોએ ગિંજુપલ્લી કોટાયાના મૃત્યુની જાણકારી તેમના પુત્રને આપી પરંતુ તેણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી.
પુત્રીએ કર્યા અંતિમ સંસ્કાર
મૃતકના પુત્રએ સ્પષ્ટરીતે કહ્યુ કે તે અંતિમ સંસ્કાર ત્યારે જ કરશે જ્યારે ગિંજુપલ્લી કોટાયાના રૂપિયા તેને આપવામાં આવશે. તેનું આવુ વર્તન જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. અંતિમ સંસ્કારમાં હાજર લોકો એ જ કહી રહ્યા હતા કે ભગવાન આવો પુત્ર કોઈને ના આપે. પુત્રએ પિતાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડતા વિજયલક્ષ્મીએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા.
READ ALSO
- ન્યાયના દેવતા શનિદેવ શુભ હોય છે તો આવા શુભ સંકેતો આપે, વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે ક્ષણવારમાં
- Google પરના રૂ.1337 કરોડના દંડને NCLATએ યોગ્ય ઠેરવ્યો, 30 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ
- ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો
- મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત