GSTV
Home » News » અહો આશ્ચર્યમ! ધારાસભ્યએ ઈશ્વર નહીં પણ મુખ્યમંત્રીના નામે શપથ લેતા સર્જાયો વિવાદ

અહો આશ્ચર્યમ! ધારાસભ્યએ ઈશ્વર નહીં પણ મુખ્યમંત્રીના નામે શપથ લેતા સર્જાયો વિવાદ

સામાન્ય રીતે ચૂંટણી બાદ જનપ્રતિનિધિઓ પોતાનો હોદ્દો સંભાળે છે ત્યારે ઈશ્વરના નામે શપથ લેતા હોય છે. નેતાઓ ધારાસભ્ય કે સાંસદ તરીકે ચૂંટાઇને વિધાનસભા કે સંસદનાં સદસ્ય તરીકે ભગવાન અથવા ઇશ્વરનાં નામે શપથ લેતા હોય છે. જોકે આંધ્રપ્રદેશ વિધાનસભામાં કાંઇક અલગ દ્રશ્યો જોવા મળ્યા. આંધ્ર પ્રદેશમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય કોટમરેડ્ડી અનોખી રીતે શપથ લઈને રાતોરાત ચર્ચામાં આવી ગયા છે.

કોટમ રેડ્ડી શ્રીધર રેડ્ડી નામના ધારાસભ્યે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડી પ્રતિ વફાદારી દેખાડવા માટે CMના નામથી જ શપથ લીધા હતા. રેડ્ડીએ તો ત્યાં સુધી કહી નાંખ્યુ હતુ કે, જગન રેડ્ડી મારા માટે ભગવાન છે. જોકે પ્રોટેમ સ્પીકરે તરત જ તેમને ફરી શપથ લેવા કહ્યુ હતુ.

ધારાસભ્ય રેડ્ડી પગાર લેતા નથી

શ્રીધર રેડ્ડીએ બીજી વખત આખે ઈશ્વરના નામે શપથ લીધા હતા. તેમણે પાછળથી કહ્યુ હતુ કે, હું થોડો ભાવુક થઈ ગયો હોવાથી નિયમોની બહાર જઈને શપથ લીધા હતા. હું એક એવા ગરીબ પરિવારમાંથી આવુ છુ જેનુ કોઈ રાજકીય પીઠબળ નથી. આમ છતા જગન રેડ્ડીએ મને બે વખત ધારાસભ્ય બનવાનો મોકો આપ્યો છે. મારે કોઈ પદ નથી જોઈતુ. પાછલા પાંચ વર્ષ દરમિયાન ધારાસભ્ય તરીકે મારો પગાર મેં ગરીબ બાળકો માટે વાપર્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, હું મારા નેતાને ભગવાન માનુ તો તેમાં ખોટુ શું છે. TDPના કેટલાક ધારાસભ્યોએ આ પહેલા એન ટી રામારાવના નામે શપથ લીધા હતા અને તેમને આ માટે પરવાનગી પણ અપાઈ હતી.

READ ALSO

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah

આ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!