મારો દિકરો હમણાં જીવતો થશે, એમ કહીને કબર પાસે 38 દિવસ બેસી રહ્યાં પિતા

મોતને ભેટેલો પુત્ર જીવતો થશે તેવી આશામાં પિતા પુત્રની કબર પાસે 38 દિવસ સતત બેસી રહ્યા હોવાનો આંખ ભીની કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં રહેતા થુપ્પાકુલા રામૂના 26 વર્ષના પુત્રનુ ગયા મહિને સ્વાઈન ફ્લુના કારણે મોત થઈ ગયુ હતુ. તેમનો પુક્ષ શ્રીનાવસલૂ 2014માં કુવેતમાં કામ કરતો હતો.ત્રણ મહિના પહેલા જ તે ભારત આવ્યો હતો.

રોજગારી માટે તેણે ઓટોરીક્ષા પણ ખરીદી હતી. જોકે અચાનક સ્વાઈન ફલુના કારણે તેની તબિયત બગડી હતી. સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. જેનાથી પિતા ભાંગી પડ્યા હતા. એ દરમિયાનમાં એક તાંત્રિકે રામૂને પુત્રની કબર પાસે બેસી રહેવાની સલાહ આપી હતી અને તેના બદલામાં સાત લાખ રુપિયા પણ લીધા હતા.

પુત્ર જીવતો થઈને પાછો ફરશે તેવી આશામાં પિતા 38 દિવસ સુધી પુત્રની કબર પાસે બેસી રહ્યા હતા.આ અંગેની જાણકારી પોલીસને મળી હતી.આખરે પોલીસે સમજાવીને રામૂને ઘરે પરત મોકલ્યા હતા. પોલીસનુ કહેવુ છે કે પિતાએ તાંત્રિક સામે ફરિયાદ નથી આપી અને કબર પર પાસે બેસી રહેવુ પણ ગુનો નથી.આથી આ મામલામાં કોઈ ફરિયાદ કરાઈ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter