GSTV

પિતાની રાહ જોઇ રહેલી માસુમને ફોસલાવી, દુષ્કર્મ આચરીને નરાધમે રસ્તા પર ફેંકી દીધી

આંધ્ર પ્રદેશમાં ફરીથી એક માસૂમ હેવાનિયતનો શિકાર બની છે. વેટનરી ડોક્ટરના રેપ અને મર્ડર બાદ રાજ્યમાં દિશા કાનૂન લાગુ કરવામાં આવ્યો, પરંતુ લાગી રહ્યું છે કે હેવાનોને કાનૂનનો કોઇ ભય નથી. બે દિવસ પહેલા ચિત્તુર જિલ્લામાં 6 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. હવે કૃષ્ણા જિલ્લાના નુજીવીડુમાં બાળકી સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે.

નુજીવીડુ સ્થિત IIT પાસેના વિસ્તારમાં એક માસૂમ બાળકી પોતાના ઘરની બહાર પિતાના પરત ફરવાની રાહ જોઇ રહી હતી. મોડી રાત થઇ ચુકી હતી અને તે ઘરની બહાર બેસીને પિતાની રાહ જોઇ રહી હતી. આ વચ્ચે સાયકલ પર સવાર એક અજાણ્યો શખ્સ ત્યાં પહોંચ્યો. તે બાળકીને પિતાને મળાવવાની વાત કરીને ફોસલાવીને પોતાની સાયકલ પર બેસાડીને લઇ ગયો.

તે બાળકીને IIT પાછળ સુમસામ જગ્યાએ લઇ ગયો જ્યાં આરોપીએ માસૂમ સાથે રેપ કર્યો. તે બાદ તે બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઇ ગયો. જે બાદ માસૂમ બાળકી પીડાથી રડતા રસ્તા સુધી પહોંચી.

આ વચ્ચે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી ત્યાંથી પસાર થઇ. ગાડીમાં રહેલા ઇન્સ્પેક્ટરે રડતી માસૂમને જોઇને ગાડી રોકી. તેમણે જોયુ કે માસૂમનું ખૂબ જ લોહી વહી રહ્યું હતું. પોલીસ તેને તરત જ હોસ્પિટલ લઇ ગઇ. જ્યાં બાળકી સાથે રેપની પુષ્ટિ થઇ.

હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની તલાશ કરી રહી છે. પોલીસે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજ પણ ચકાસી. જેમાં આરોપી માસૂમને પોતાની સાથે સાયકલ પર બેસાડીને લઇ જતાં જોવા મળ્યો.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!