GSTV

મળશે મફત મોબાઈલ અને 10 હજાર રૂપિયા, આ પાર્ટીએ ચૂંટણી જીતવા કરી મોટી જાહેરાત

Last Updated on January 25, 2019 by

આગામી વિધાનસભા અને લોકસભા ચુંટણીને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સ્વસહાય જૂથની મહિલા સભ્યોને 10 હજાર રૂપિયા અને એક સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. અમરાવતીમાં એક સભાને સંભોધતી વેળા ચંદ્રાબાબુએ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહિલાઓને ત્રણ હપ્તે ચેક સ્વરૂપે આ રકમ ચુકવાશે. પ્રથમ હપ્તો ફેબ્રુઆરીનાં પહેલા અઠવાડિયામાં જ અપાઈ જશે.

મહિલાઓને 3 હપતામાં ચૂકવણું થશે

આ યોજનાં હેઠળ મહિલાઓને ત્રણ હપ્તામાં 2,500 રૂપિયાનું ચુકવણું કરાશે.જે ફેબ્રુઆરીમાં મળશે. 3 હજાર રૂપિયાનો હપ્તો ફેબ્રુઆરીનાં છેલ્લા સપ્તાહમાં અપાશે. આ સાથે જ ચાર હજાર રૂપિયાનો છેલ્લો હપ્તો એપ્રિલમાં મળશે. તેમજ મહિલાઓને સ્માર્ટ ફોન પણ અપાશે.

સ્વ-સહાય જૂથોમાં અંદાજીત 93 લાખ મહિલાઓ

નાયડુએ કહ્યું હતું કે, હું મહિલાઓનાં સ્વાભિમાનની રક્ષા કરવાની નેમ ધરાવું છે. એક ભાઈનાં સંબંધે હુ મારી બહેનોની મદદ કરીશ. હું મારી બહેનોની મદદ કરવા માટે લોન લેવા પણ તૈયાર છું. મહિલાઓએ સરકારની આ જાહેરાતને હરખભેર વધાવી હતી. સરકારી અંદાજ પ્રમાણે સ્વ-સહાય જૂથોમાં અંદાજીત 93 લાખ મહિલાઓ છે. સરકારની આ મહિલાલક્ષી જાહેરાતનું કુલ બજેટ 9,400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશનાં મુખ્ય વિપક્ષી દળ YSR કોંગ્રેસે આ જાહેરાતને વોટને બદલે નોટ ગણાવી વોટબેન્કની રાજનિતીનો આરોપ લગાવ્યો હતો. જો કે તેલુગું દેશમ પાર્ટીનું માનવું છે કે, આ યોજનાથી આગામી ચુંટણીમાં પક્ષને મોટો ફાયદો થશે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!