GSTV

ચકચાર/ કોરોના વાયરસ થવાના ડરે એક જ પરિવારના 4 લોકોએ કરી લીધી આત્મહત્યા, ઝેર ખાઈ લીધું

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

આંધ્ર પ્રદેશમાં 4 લોકોના સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા ઉપરાંત આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારૂ છે. પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં કોરોના વાયરસ થવાનો ડર હોવાથી જીવ આપી દીધો તેમ લખેલું હતું.

આત્મહત્યા

કર્નૂલ શહેરના વડ્ડગેરી ખાતે આ ઘટના બની હતી. પરિવારના 4 સદસ્યો જેમાં પતિ અને પત્ની ઉપરાંત તેમના 17 અને 14 વર્ષની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે તેમણે ઝેર ખાઈને જીવ આપી દીધો હતો. ઘરમાંથી ચારેય વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક પ્રતાપ એક ટીવી મિકેનિક હતા જ્યારે દીકરો જયંક અભ્યાસ કરી રહ્યો હતો અને દીકરી સાતમા ધોરણમાં હતી.

બ્લેક

પાડોશીઓને થઈ શંકા

બુધવારે ઘણા કલાકથી પરિવારનું કોઈ સદસ્ય બહાર ન નીકળતા પાડોશીઓને શંકા જાગી હતી. પાડોશીઓએ બારણું ખખડાવ્યું હતું પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે બારણું ખોલ્યું તો અંદર ચારેય વ્યક્તિના મૃતદેહ જમીન પર પડેલા હતા. આ ઉપરાંત ઘરમાંથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, કોરોનાના કારણે મિત્રો અને સગા સંબંધીઓના મોત થયા હતા અને તેમને સંક્રમણનો ડર લાગતો હતો. પોલીસે ચારેય મૃતદેહ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!