GSTV
Home » News » જગન મોહને આંધ્રપ્રદેશના CMની ખુરશી પર બેસતા પહેલાં કર્યું આ કામ…

જગન મોહને આંધ્રપ્રદેશના CMની ખુરશી પર બેસતા પહેલાં કર્યું આ કામ…

આંધ્ર પ્રદેશમાં મળેલી ભવ્ય જીત બાદ જગનમોહન રેડ્ડી શનિવારે સવારે અમરાવતી સ્થિત સચિવાલય પહોંચીને રાજ્યના સીએમ પદનો કારભાર સંભાળ્યો છે. તેઓ સીએમ ઓફિસ પહોંચતાની સાથે દિવંગત પિતા વાઈએસ રાજશેખર રેડ્ડીને નમન કરવા પહોંચ્યા હતા. જે બાદ સીએમ રેડ્ડીએ સીએમ ઓફિસમાં પૂજા અર્ચન કર્યા હતા.

જ્યાં સીએમઓના અધિકારીઓ દ્વારા જગનમોહન રેડ્ડીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વાયએસ જગનમહોન રેડ્ડીએ નિર્ણય લીધો છે કે તે રાજ્યમાં પાંચ નાયબ મુખ્યમંત્રી નિયુક્તિ કરવામાં આવી રહી છે. જગનમોહન રેડ્ડીના મંત્રી મંડળમાં કુલ ૨૫ સભ્યોને સ્થાન મળ્યુ છે. મંત્રી મંડળમાં જાતિય સમિકરણનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.

જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો, લઘુમતીઓ અને કેપુ સમુદાયોમાંથી હશે. દેશમાં એવું પહેલીવાર થશે જેમાં કોઈ કેબિનેટમાં પાંચ નાયબ મુખ્યમંત્રી હશે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની ૧૭૫ બેઠકમાંથી વાયએસઆરે ૧૫૧ બેઠક પર જીત મેળવી છે. જ્યારે ટીડીપીની લોકસભા અને વિધાનસભામાં કારમી હાર થઈ છે.

READ ALSO

Related posts

જે રીતે વિજેતાનો નિર્ણય લેવાયો તે અત્યંત શરમજનક: વિલિયમસન

Mayur

સરકારી બેંકોનું રિકેપિટાઈલાઈઝેશન અને લીધેલા પગલાંને કારણે થયો ફાયદો

Dharika Jansari

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપના સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરુર હતી: કોચ સ્ટેડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!