GSTV
Gujarat Government Advertisement

આજથી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં ધરણા કર્યા શરૂ

Last Updated on February 11, 2019 by

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આજથી રાજધાની દિલ્હીમાં ધરણા શરૂ કર્યા. તેઓ આંધ્ર  પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ધરણા શરૂ કરતા પૂર્વે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ચંદ્રબાબુ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ તેઓ કરી રહ્યા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014માં કરવામાં આવેલા બે વાયદા પૂરા કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાની માંગને લઈને ધરણા યોજ્યા છે. ચંદ્રબાબુ નાયડુનો આરોપ છે કે, કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશની જનતા સાથે દગો કરી વિશેષ રાજ્યોનો દરજ્જા આપ્યો નથી.

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાના આરોપો હેઠળ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ દિલ્હીમાં આમરણ ઉપવાસ પર બેસશે. વડા પ્રધાન મોદીએ એનડીએ સાથે ટીડીપીએ છેડો ફાડયો તે બાદ પહેલી વખત આંધ્ર પ્રદેશ ગયા હતા. જે દરમિયાન નાયડુ પર મોદીએ અનેક પ્રહારો કર્યા હતા.

જોકે નાયડુએ પણ વળતો જવાબ આપ્યો હતો અને સાથે જાહેરાત કરી હતી કે સોમવારે તેઓ દિલ્હી ખાતે આમરણ ઉપવાસ પર બેસશે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત સરકારે કરી હતી પણ તેનો અમલ ન કર્યો અને આમ કરીને જનતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. 

આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર આપીને પોતાની રજુઆત કરશે અને આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી મુકશે. આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા નાયડુ દિલ્હીમાં સ્થિત ગાંધીજીના સમાધી સ્થાન રાજઘાટ પર જશે, બાપુના આશિર્વાદ બાદ આંબેડકરના સ્મારકની પણ મુલાકાત લેશે જે બાદ તેઓ આમરણ ુપવાસ પર બેસશે. એનડીએ સાથે છેડો ફાડયો ત્યારે પણ નાયડુએ આ જ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે મોદી સરકારે આંધ્ર પ્રદેશની જનતા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!