GSTV
Gujarat Government Advertisement

જો તમે બેકાર છો અને આ રાજ્યમાં રહો છો તો રાજ્ય સરકાર આપશે તમને કાર

Last Updated on January 5, 2019 by

લોકસભાની ચૂંટણી પહેલા ટીડીપીના નેતૃત્વવાળી આંધ્રપ્રદેશ સરકારે રાજ્યના લોકોના દિલ જીતવા માટે અવનાવા હથકંડાઓ અખત્યાર કર્યા છે. આ કડીમાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ સ્માર્ટ ફોન વહેંચવાની યોજના બનાવી છે. આ સિવાય ચંદ્રાબાબુ નાયડુએ શુક્રવારે અમરાવતીમાં પોતાના શિબિર કાર્યાલયમાં બેરોજગાર બ્રાહ્મણ યુવકોને ત્રીસ સ્વિફ્ટ ડિઝાયર કાર આપી છે.

નાયડુએ આના પહેલા પહેલી જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના દરેક પરિવારને મફત સ્માર્ટફોન આપવાની ઘોષણા કરી હતી. આંધ્રપ્રદેશ સરકારે કહ્યું હતું કે આ સ્માર્ટફોન દ્વારા રાજ્ય સરકાર રાજ્યના દરેક નાગરિકને સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. સરાકરે પહેલા પણ કહ્યું હતું કે જીવનને સરળ બનાવવા માટે આંધ્રપ્રદેશમાં 14 મિલિયન સ્માર્ટફોનની જરૂર છે. તેની સાથે જ ચંદ્રાબાબુ નાયડુની સરકારની યોજના મુજબ બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશન બે લાખ રૂપિયાની સબસિડી આપશે અને લાભાર્થીઓને કારની કિંમતની દશ ટકા રકમ પણ આપશે. બાકીની રકમ આંધ્રપ્રદેશ બ્રાહ્મણ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી વહન કરશે. આ લોનની રકમને માસિક હફ્તાની વ્યવસ્થા હેઠળ ચુકવવાની રહેશે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દશ ટકા રકમની ચૂકવણી પર બાકીની રકમ ગ્રાહકોને આંધ્રપ્રદેશ બ્રાહ્મણ સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આના હફ્તાની ચુકવણી દર મહિને સરકારને કરવાની રહેશે. કોર્પોરેશનના ચેરમેન વેમુરી આનંદ સૂર્યાએ કહ્યુ છે કે પહેલા તબક્કામાં 50 કાર માટેની મંજૂરી આપવામાં આવી છે. આ કોર્પોરેશનની સ્થાપના 20 ઓગસ્ટ, 2014ના રોજ કરવામાં આવી હતી અને તેની શરૂઆતમાં તેને ત્રીસ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું.

હવે તેની પાસે લગભગ 285 કરોડ રૂપિયાનું બજેટ છે. અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ લોકો બ્રાહ્મણ કોર્પોરેશન દ્વારા લાભાન્વિત થયા છે. તેના અંતર્ગત વેદવ્યાસ, ભારતી, ભારતી વિદેશ વિદ્યા, વશિષ્ઠ, દ્રોણાચાર્ય, ચણક, કશ્યપા-અહિલ્યા અને ગુરડ યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ દ્વારા પહેલા ધોરણથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની યોગ્યતા મુજબ સ્ટૂડન્ટ્સને નાણાંકીય મદદ આપવામાં આવે છે.

યુવકોને આપવામાં આવેલી કારના ઉપયોગ પર કોઈ વિશેષ પ્રતિબંધ નથી. જો કે આ પરિવારોના કલ્યાણ માટે અપાઈ રહ્યું છે. તેનો ઉદેશ્ય યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ અપાવવાનો છે. આ કારનો ઉપયોગ યુવા કેબ તરીકે કરી શકે છે અને બેરોજગારીથી છૂટકારો પણ મેળવી શકશે.

Gujarat Government Advertisement

Related posts

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!