GSTV
Gujarat Government Advertisement

આંધ્ર પ્રદેશના તિરૂપતિની રૂઈયા સરકારી હોસ્પિ.માં ગંભીર બેદરકારીના કારણે 11 દર્દીઓના મોત

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓકિસજનની તંગીના કારણે 11 દર્દીઓના મોત થયા છે. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યાં છે. ડીએમ એમ હરિનારાયણે જણાવ્યું કે, ઓકિસજનની કમીથી 11 દર્દીઓના મોત થયા છે. હાલમાં હોસ્પિટલની પાસે એક ટેન્કર ઓકિસજન છે, જ્યારે હજુ વધુ ટેન્કર પણ જલ્દી પહોંચી જશે.’

ઓક્સિજન

દર્દનાક ઘટના તિરૂપતિના રૂઈયા સરકારી હોસ્પિટલની છે. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. ભારતની જણાવ્યાં મુજબ 12 લોકોના મોત થયા છે. તેમના જણાવ્યાં મુજબ 9 કોરોના દર્દીઓના મોત થયા છે જ્યારે ૩ નોન કોવિડ દર્દીઓના મોત પણ થયા હતાં. મોતનો આંકડો વધી પણ શકે છે. મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઇએ કે, અગાઉ ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓક્સિજનના અભાવે તાજેતરમાં દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ડૉક્ટર સહિત 12 દર્દીઓના મોત નીપજ્યાં હતાં. 1 મેના રોજ બપોરે 12 વાગ્યે હોસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો હતો, જ્યાર બાદ ડોઢ કલાક બાદ સપ્લાય મળ્યો હતો. એ જ સમયે, કર્ણાટકના હુબલીમાં શ્રી ભાણજી ડી ખીમજી લાઇફલાઇન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે પાંચ કોરોના દર્દીઓના મોત નીપજ્યા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!