ચાર વર્ષ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગમોહનના કાકા વાય એસ વિવેકાનંદની તેના પુલી વેન્દુલા સ્થિત આવાસમાં હત્યા કરવામાં આવી હતી. આ વાતને ત્રણ વર્ષ વીતી ચુક્યા છે પરંતુ હત્યા બાબતે હજુ કોઈ ચોક્કસ ખુલાસો થઈ શક્યો નથી. વિવેકાનંદ રેડ્ડી પૂર્વ મુખ્યમંત્રી વાય એસ રાજશેખરના ભાઈ હતા. તેઓ પૂલીવેંદુલા માંથી બે વખત ધારાસભ્ય અને કડાપામાંથી બે વખત સાંસદ રહી ચૂક્યા હતા. એ ઉપરાંત 2009 થી 2015 સુધી વિધાન પરિષદમાં હતા.

રાજ્યમાં કૃષિમંત્રીના પદ પર પણ રહ્યા હતા. લોકસભાને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હતા . 14 અને 15 માર્ચે રાત્રે વિવેકાનંદ ઉપર હુમલો થયો હતો. જગમોહન રેડ્ડીનું કેવું છે કે તે વખતે પણ સત્તાધારી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીએ આ બાબતે ષડયંત્ર રચીને તેની હત્યા કરી હતી.

તેમનો આરોપ છે કે એન ચંદ્રબાબુ નાયડુ પોતાના વિરોધીને ખતમ કરવા ઈચ્છે છે. હત્યા બાદ ત્યારની નાયડુ સરકારે રાજ્ય પોલીસની એસઆઇટી તપાસ માટે બનાવી હતી પરંતુ રેડ્ડીનું કહેવું હતું કે તપાસ CBI પાસે કરાવવી જોઈતી હતી. કારણ કે એસ.આઇ.ટી.નો ભરોસો હોતો નથી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો