GSTV
Home » News » અમારી સરકારનું લક્ષ્ય રાજ્યમાં ભ્રષ્ટ શાસન આપવાનો છે: આ Dy.CMએ ભાંગરો વાટ્યો

અમારી સરકારનું લક્ષ્ય રાજ્યમાં ભ્રષ્ટ શાસન આપવાનો છે: આ Dy.CMએ ભાંગરો વાટ્યો

ઉપ મુખ્યમંત્રીની જીભ લપસી જતા તેણે શર્મસાર થવાનો વખત આવ્યો છે. આજે ડેપ્યુટી સીએમે કહ્યું કે, અમારી સરકારનું લક્ષ્ય આંધ્ર પ્રદેશમાં પ્રજાને ભ્રષ્ટ શાસન આપવાનો છે. પત્રકારો સાથે વાત કરતા ડે.સીએમે કહ્યું કે,અમારી સરકારનું લક્ષ્ય રાજ્યમાં ભ્રષ્ટ શાસન આપવાનો છે. હકિકતે નવા નિમાયેલા ડેપ્યુટી મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મુક્ત શાસન બોલવા ઇચ્છતા હતાં. પરંતુ તેમની જીભ લપસી અને ભ્રષ્ટાચાર મોં માંથી નિકળી ગયું હતું. શ્રીવાણી જેપ્યુટી સીએમ બન્યા પછી પહેલી વખત પોતાનાં ગૃહ જીલ્લામાં આવ્યા હતા.

આ મામલે વિપક્ષી પાર્ટી ટીડિપીએ નિશાન સાધતા કહ્યું હતું કે, અમે ડેપ્યુટી સીએમનાં નિવેદન સાથે સહમત છે. ટીડિપીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાંવ્યું કે, પોતાનાં લક્ષ્ય વિશે જણાવવા માટે ધન્યવાદ મેડમ.અમે તમારા નિવેદન સાથે સહમત છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આંધ્ર પ્રદેશનાં સીએમ જગન મોહન રેડ્ડીએ ગત સપ્તાહે જ રાજ્યમાં પાંચ ઉપ મુખ્યમંત્રીની નિમણૂંક કરી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી વિધાનસભા ચૂંટણીમાં રેડ્ડીનાં નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસને 151 બેઠકો મળી હતી. તેમજ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટિડિપીને માત્ર 23 બેઠકો મળી હતી.

આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ થયેલા જગન મોહન રેડ્ડીએ સુશાસન આપવાનં હેતૂથી નવી ફોર્મ્યુલા અપનાવી છે. જેમાં વાયએસઆર કોંગ્રેસની કેબિનેટમાં 5 ડેપ્યુટી ચીફ મિનીસ્ટર રહેશે. ભારતનાં રાજકિય ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે. જગન મોહનની કેબિનેટમાં 25 મંત્રીઓ સામેલ છે. જેમાં 5 ઉપ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છએ. જગન મોહને પાંચ ઉપ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા રાજ્યમાં તમામ વર્ગો અને જાતિઓને સમાન સંતુલન આપવા માટે કરી છે. આ પાંચે ડે.સીએમ એસસી, એસટી, અન્ય પછાત વર્ગ, લઘુમતિ અને કાપૂ સમુદાયમાંથી રહેશે.

REA ALSO

Related posts

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah

સીબીઆઈના આ સવાલો પી. ચિદમ્બરમને કોર્ટમાં પડ્યા ભારે, 3 વકીલોની ફૌજ પણ જેલ જતા ના રોકી શકી

Riyaz Parmar

જ્યાં દાદા ચોકિદાર અને પિતા ડ્રાઈવર છે તે જ હાઈકોર્ટમાં જજ બનશે આ વ્યક્તિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!