GSTV
Gujarat Government Advertisement

આંધ્રા સીએમનો સુપ્રીમ કોર્ટ જજ પર લગાવ્યો ગંભીર આક્ષેપ, CJIને લખ્યો પત્ર, સરકાર ઉથલાવવા કરી રહ્યા છે પ્રયાસ

Last Updated on October 11, 2020 by pratik shah

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જજ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રેડ્ડીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ એસ. એ. બોબડેને પાત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં નંબર 2 જજ એન. વી. રમન્ના, પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે મળીને સરકાર ઉથલાવવા પ્રયાસો કરી રહ્યા છે.

રેડ્ડીના આક્ષેપો

આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમન્ના પર ગંભીર આક્ષેપો કરતા CJI જસ્ટિસ બોબડેને પત્ર લખ્યો છે. સીએમ રેડ્ડીએ આરોપો લગાવ્યા છે કે જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનના ખરીદ વેચાણમાં સામે રહી છે અને તેમણે પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે સંલગ્ન કેસોમાં સુનાવણીઓને પ્રભાવિત કરી છે.

ચંદ્રાબાબુ સાથે મળીને સરકાર ઉથલાવવા પ્રયાસ

પોતાની ફરિયાદમાં સીએમ જગનમોહન રેડ્ડીએ કહ્યું છે કે જસ્ટિસ રામનના સરકારને અસ્થિર કરવામાં નાયડુનો સાથ આપી રહ્યા છે. તેઓ હાઇકોર્ટના કામમાં દાખલ કરી રહ્યા છે અને જજોને પ્રભાવિત કરી રહ્યા છે. રેડ્ડીના જણાવ્યા અનુસાર રામનના આવું ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુના હિતોના રક્ષણ માટે કરી રહ્યા છે અને તેઓ વર્તમાન સરકાર ઉથલાવવા માંગે છે.

CJIને પત્ર લખી કરી વિનંતી

દેશમાં આ પહેલી વાર છે કે કોઈ મુખ્યમંત્રીએ જજ વિરુદ્ધ ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય. જેમાં ન્યાય પ્રણાલીને પ્રભાવી કરવાની વાત કરવામાં આવી હોય. જગનમોહને સીજેઆઈને આંધ્ર પ્રદેશમાં ન્યાયતંત્રની તટસ્થતા જાળવી રાખવાની વિનંતી કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel

ખુશખબર/ સરકારી કર્મચારીઓના પગારમાં થશે આટલા ગણો વધારો, 1 જુલાઇથી લાગુ થશે આ નવા નિયમ

Bansari

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!