GSTV
India News ટોપ સ્ટોરી

21 દિવસમાં જ બળાત્કારના કેસનો આવશે ચૂકાદો : આ રાજ્યની કેબીનેટે આપી દીધી મંજૂરી, હવે કાયદો બનશે

દેશમાં રેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હૈદરાબાદની મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ બાદ ફરી આ મામલામાં પોલીસ અને સરકારો પર પ્રેશર વધ્યું છે. નિર્ભયા કેસમાં પણ નરાધમોને ફાંસીની સજા આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી છે. હૈદરાબાદ સરકારે એક એવો નિર્ણય લીધો છે. જે અન્ય રાજ્ય સરકારોને પ્રેરણા આપશે. આજે કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે.

આંધ્ર પ્રદેશના સીએમે વાય એસ જગન રેડ્ડીએ તેલંગણાના કે. ચંન્દ્રશેખર રાવ (કેસીઆર) ની ભરપૂર પ્રસંશા કરી કહ્યું છે કે, મહિલાઓ સામેના અપરાધો સામે ત્વરિત કાર્યવાહી માટે આંધ્ર પ્રદેશ સરકાર હાલના શિયાળુ સત્રમાં એક બિલ પસાર કરશે. જેમાં બળાત્કારના દોષીઓને 21 જ દિવસમાં મોતની સજા ફટાકારશે. જો હૈદરાબાદે આ કાયદો બનાવી લીધો તો દેશમાં પ્રથમ એવું રાજ્ય હશે જે બળાત્કારના કેસમાં ત્વરિત ફાંસીની સજા સંભળાવશે. આ કાનૂન આંધ્ર પ્રદેશ અપરાધ કાનૂનમાં એક સંશોધન હશે. જેનું આંધ્ર પ્રદેશ દિશા કાયદો નામ અપાયું છે. આ સિવાય મહિલાઓ અને બાળકો પર અત્યાચારના મામલામાં વિશેષ કોર્ટો ઉભા કરવાના સરકારે નવો માર્ગ ઉભો કર્યો છે. બળાત્કારના કેસમાં પોલીસે 7 દિવસમાં કેસ ઉકેલી 14 દિવસમાં વિશેષ અદાલતમાં આ આ કેસમાં ચૂકાદો આપવાનો રહેશે. બળાત્કાર અને મોતના કેસમાં મોતની સજાની જોગવાઈઓ કરી છે. સરકાર 13 રાજ્યોમાં વિશેષ અદાલતો બનાવી રહી છે. રેપ, બળાત્કારની કોશિષ, તેજાબ હુમલો અને સોશિયલ મીડિયા પર મહિલાઓ અને બાળકો સામેના હેરેસમેન્ટ અને અત્યાચારના કેસોમાં ત્વરિત કોર્ટમાં સુનાવણી કરાશે.


આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ ચંન્દ્ર શેખર રેડ્ડીએ હૈદરાબાદ એન્કાઉન્ટરમાં સીએમ અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. મહિલા તબીબ પર બળાત્કાર કરનારાઓના એન્કાઉન્ટરને પણ યોગ્ય ઠેરવી માનવ અધિકાર પંચની કાર્યવાહીને તેમણે આડેહાથે લીધી હતી. 27 નવેમ્બરના રોજ એક મહિલા તબીબ પર બળાત્કાર કર્યા બાદ નરાધમોએ તેને સળગાવી દીધી હતી. આ કેસમાં પોલીસે 48 કલાકમાં જ આરોપીઓને શોધીને જેલ હવાલે કરી દીધા હતા. 6 ડિસેમ્બરના રોજ તેઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા.


હૈદરાબાદ એન્કાઉન્ટરની તારીફ સાથે આલોચના પણ થઈ રહી છે. જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે, એન્કાઉન્ટરની ફક્ત ફિલ્મોમાં નહીં અસલ જિંદગીમાં પણ પ્રસંશા થવી જોઈએ . તેલંગણા પોલીસે યોગ્ય ન્યાય કર્યો છે. વિઘાનસભામાં ભાષણ આપતાં જગન મોહને જણાવ્યું હતું કે, હું પણ બે દિકરીનો પિતા છું. હૈદરાબાદના કેસ બાદ હું પણ અંદરથી ડગમગી ગયો હતો પણ અમે ન્યાય આપીશું. આંધ્ર પ્રદેશ એક નવું બિલ લાવી રહી છે. જેમાં સૌથી ઝડપી સજા મળશે એ પણ મોતની સજા.

Related posts

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk

દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ

Binas Saiyed

વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં

Hardik Hingu
GSTV