GSTV

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Last Updated on June 19, 2021 by Zainul Ansari

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની વસતી છે. આવા વિસ્તારો ખાસ કરીને ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા છે. એટલે અમદાવાદ જિલ્લામાં કોઈ ગામ સંપૂર્ણપણે આદિવાસી વસ્તી ધરાવે છે એવું કોઈ કહે તો માનવા જેવું ન લાગે પણ એવુ હકીકતમાં છે. અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનું અંધારી ગામ જે સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ગામ છે. વસ્તી અંદાજિત 750 છે. અંધારી ગામમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સરકારી સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિકાસ થકી અંધારી ગ્રામજનોના જીવનમાં ઉજાસ પથરાયો છે. આ ઉજાસ છે સફળતાનો. જેણે આદિવાસીસમુદાયના લોકોના જીવનને પ્રકાશિત કર્યું છે.

અંધારી ગામ સ્વચ્છતા ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સરકારની શૌચ મુક્ત ગામ યોજનાનો લાભ મેળવીને 100 ટકા શૌચાલયની સુવિધા સાથેનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું છે. અંધારીગામમાં રહેતા 60 વર્ષીય સવિતાબેન વસાવાના પતિનું વર્ષો પહેલા નિધન થતા તેઓ નિરાધાર બન્યા. ઘરના મોભીનું અવસાન થતા જવાબદારી સવિતાબહેનના શિરે આવી. તેમને એક દિકરી મલ્લીકાબેન કે જેઓ દિવ્યાંગ છે તેઓના પણ લગ્નના થોડાક દિવસોમાં જ પતિનું અવસાન થયું.મા-દીકરી બંને વિધવા થતા જીવનનિર્વાહની ચિંતા સતત રહેતી હતી. આવા સમયે ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજના પરિવારના વ્હારે આવી.

બ્રિટીશકાળમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી અમદાવાદના ધોળકા તાલુકાના અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસીસમુદાય આજે સમૃધ્ધ બન્યો છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય વિકાસના કારણે આ સમુદાય પગભર થયો છે. રાજ્ય સરકારની આદિમજૂથ યોજના અંતર્ગત ગામના 21 પરિવારજનોને આવાસ સહાય મળી છે. ગામની 25 ગંગાસ્વરૂપ બહેનોને રાજ્ય સરકારની વિધવા સહાય અંતર્ગત નિયમિત ધોરણે નાણા સીધા ખાતામાં જમાં થાય છે. ગામના 20 પરિવારોની મહિલાઓને રસોઇ માટે ચૂલામાંથી મુક્તિ અપાવવા પ્રધાનમંત્રીશ્રી ની ઉજજ્વલા યોજના દ્વારા ગેસ કનેકશન સહાય મળી છે.

ગામના તલાટીએ આ પરિવારને વિધવા સહાય યોજના વિશેની વિગતવાર માહિતી આપી . ત્યારબાદ બંનેએ પેન્શન સહાય માટે ફોર્મ ભર્યું. આજે માતા અને દીકરીને વિધવા સહાય અંતર્ગત સમયસર નાણા ખાતામાં જમાં થાય છે. જેના થકી તેમના જીવનગુજરાનના પ્રશ્નનો અંત આવ્યો છે. સવિતાબેન વસાવા અને તેમની દીકરીને રહેવા માટે માથે છતનો પણ પ્રશ્ન હતો. વર્ષોથી ઝૂંપડામાં રહેતા હોવાના કારણે ઉનાળા, ચોમાસા કે પછી શિયાળાની ઋતુમાં ઘણી તકલીફો વેઠવી પડતી હતી. જે માટે ગ્રામપંચયાતમાં આદિમજૂથ યોજના અંતર્ગત આવાસ સહાય માટે તેમની નોંધણી કરાઇ.

ખૂબ જ ટૂંકાગાળામાં સરળતાથી સવિતાબેનને આદિમજૂથ સહાય અંતર્ગત આવાસ સહાય મળતા તેઓને ઘરનું ઘર મળ્યું. આજે તેઓ પોતાના ઘરમાં નિરાંતની નિંદર લઇ શકે છે. આમ સરકારી સહાયથી સવિતાબેન અને મલ્લિકાબેનને માથે છત, જીવનગુજરાન ચલાવવા આર્થિક લાભ મળ્યો. હવે પ્રશ્ન હતો બે ટંક ભોજનનો. પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓને ચૂલા માંથી રસોઇ બનાવતા મુક્ત કરવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કેનેકશન સહાય કાર્યરત કરવામાં આવી હતી. જે અંતર્ગત સવિતાબેનને ગેસ કનેકશન સહાય પણ મળી.

અંધારી ગામના ગંગાસ્વરૂપ સવિતાબહેન કહે છે કે, અમારૂ પરિવાર નિરક્ષર છે. પતિનું અવસાન થતા ઘર કેમનું ચલાવવું તે પ્રશ્ન સતાવતો. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્ય સરકારે અમને ઘણીં મદદ કરી છે. અત્યાર સુધી કાચા મકાનમાં રહેવાના કારણે ઘણીયે મૂશ્કેલી વેઠી છે. સ્વપ્નેય નહોતું વિચાર્યું કે અમને ઘરનું પાકું ઘર મળશે જે સરકારના સહગોથી અમને મળ્યું છે. દર મહિને સમયસર બેંકના ખાતામાં નાણા જમા થાય છે.જેનાથી અમારો જીવનનિર્વાહ સરળ બન્યો છે.

Read Also

Related posts

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!