GSTV

એન્ડરસન અથવા બ્રોડને ભારત પ્રવાસમાંથી પડતા મુકાશે, ઇંગ્લેન્ડના આ પૂર્વ ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન

એન્ડરસન

Last Updated on August 28, 2020 by Bansari

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર મોન્ટી પાનેસરે એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. તેનું માનવું છે કે આવતા વર્ષે ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવનારી છે ત્યારે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડરસન અથવા તો સ્ટુઅર્ટ બ્રોડ બેમાંથી એક ઝડપી બોલરને પડતો મૂકવામાં આવશે.

એન્ડરસન અને બ્રોડનું આવુ રહ્યું છે પ્રદર્શન

એક તરફ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ લેનારો વિશ્વનો સૌપ્રથમ ઝડપી બોલર બન્યો છે ત્યારે પાનેસરના આ નિવેદનથી આશ્ચર્ય સર્જાયું છે. ઇંગ્લેન્ડે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી તથા પાકિસ્તાન સામે 1-0થી ટેસ્ટ સિરીઝ જીતી હતી. તેમાં આ બંને બોલરે શાનદાર દેખાવ કર્યો હતો. આ જ સમયમાં બ્રોડે તેની કરિયરની 500 વિકેટ પૂરી કરી હતી.

ઇંગ્લેન્ડ માટે 50 ટેસ્ટ રમી ચૂકેલા 38 વર્ષીય પાનેસરે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે ત્યાં સુધીમાં બેન સ્ટોક્સ પણ પરત ફરી ગયો હશે. આ સંજોગોમાં કોને પડતો મુકવો તે પસંદગીકારો માટે મુશ્કેલ બની રહેશે. હાલના સંજોગોમાં ઓલરાઉન્ડરને સામેલ કરવાનું પસંદગીકારો મહત્વનું સમજે છે આમ તેઓ બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ બંનેને તક આપી શકે તેમ છે. આમ બનશે તો બ્રોડ કે એન્ડરસન બેમાંથી એકની જ પસંદગી થાય.

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!