GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / અનાર પટેલને ખોડલધામમાં ટ્રસ્ટી બનાવાયા, વાંચો નવા જોડાયેલા ટ્રસ્ટીઓનું આખું લિસ્ટ

કાગવડ ખોડલધામ મંદિરનો સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે કાર્યક્રમની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તાજેતરમાં જ નવા જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના છ વર્ષ પુર્ણ થતાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ખોડલધામ મંદિરમાં લોકડાયરો, હવન તેમજ ધ્વજાનું પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોડલધામ ખાતે સ્થાપનાના છ વર્ષ પૂર્ણ થયા બાદ સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા ખોડલધામ ખાતે 21 જાન્યુઆરી એટલે કે આજથી વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે જેમાં વહેલી સવારથી લોક ડાયરાની શરૂઆતની સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

હાલ કાર્યક્રમની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા તાજેતરમાં જ નવા જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમાં પહોળી સંખ્યામાં નવા જોડાયેલા ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનો તેમજ નિરમા ગ્રુપના કરશન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 40થી વધારે ટ્રસ્ટ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આજે ખોડધામ ટ્રસ્ટમાં નવા 51 સભ્યો ટ્રસ્ટી તરીકે જોડાયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ટ્રસ્ટી તરીકે વરણી થઈ છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં ખોડલધામના ટ્રસ્ટીની બેઠક મળી હતી.

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ

 • અનાર બેન પટેલ
 • બીપીનભાઈ પટેલ
 • મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
 • જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
 • ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
 • દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
 • વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
 • ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
 • વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
 • સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
 • મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
 • રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
 • વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
 • કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
 • ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
 • અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
 • પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
 • નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
 • ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
 • દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
 • મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
 • હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
 • ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
 • ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
 • રમેશભાઈ મેસિયા
 • ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
 • દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
 • નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
 • સુસ્મિતભાઈ રોકડ
 • ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
 • નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
 • રસિકભાઈ મારકણા
 • કિશોરભાઈ સાવલિયા
 • નાથાભાઈ મુંગરા
 • જીતુભાઈ તંતી
 • નેહલભાઈ પટેલ
 • પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
 • કલ્પેશભાઈ તંતી
 • રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા
 • દેવચંદભાઈ કપુપરા
 • મનસુખભાઈ ઉંધાડ
 • રસિકભાઈ ઝાલાવાડિયા
 • પંકજભાઈ નાથાભાઈ ભુવા

READ ALSO

Related posts

ભારતીય મૂળના અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ પદ માટે એકમાત્ર ઉમેદવાર: વર્લ્ડ બેન્ક

GSTV Web News Desk

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

US કોન્સ્યુલેટ જનરલ મુંબઈ અને થિયેટર પ્રોજેક્ટસ એલએલપીએ NMACCના ઉદ્ધાટન પૂર્વે યોજ્યું રિસેપ્શન, જિયો વર્લ્ડ સેન્ટરના ઈન્ટરનેશનલ સહયોગને વધાવ્યો

GSTV Web News Desk
GSTV