બોલિવુડની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા અભનેતા ચંકી પાંડે ભલે આજકાલ ફિલ્મી પડદાથી દૂર છે પરંચુ તેમની પુત્રી અનન્યા પાંડે અવારનવાર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમની પુત્રી અને ભત્રીજા અહાન પાંડેએ પેરિસમાં આયોજિત લે બાલ દેસ ડેબ્યૂટેન્ટેરમાં પોતાનું પહેલું પર્ફોર્મન્સ આપ્યું હતું.
અહીં બંને ભાઇ-બહેને એક સાથે પર્ફોમન્સ આપ્યું હતું. અહાન અને અનન્યા પાછલા કેટલાંક દિવસોથી પેરિસમાં છે અને શનિવારે તેમણે વોલ્ટેડ રિહર્સલ દરમિયાન પહેલી વાર એકસાથે પર્ફોમન્સ આપ્યું હતું. અહીં અનન્યાએ ડિઝાઇનર સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી ડ્રેસ પહેરી હતી.