GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

બોલિવુડમાં ડેબ્યૂ કરશે રિયલ ‘કબીર સિંહ’, અનન્યા પાંડે સાથે કરશે આ ફિલ્મમાં કામ

અનન્યા પાંડે હાલમાં ફિલ્મ ‘ પતિ પત્ની ઓર વૌ’માં જોવા મળી હતી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’થી કરી હતી. હવે તે દક્ષિણના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે જોવા મળવાની છે. વિજયને સાઉથનો કબીર સિંહ પણ કહેવામાં આવે છે.

‘અર્જુન રેડ્ડી’માં કર્યો હતો શાનદાર અભિનય

સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં વિજયે જ શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ દક્ષિણની ભાષાઓની સાથેસાથે હિંદીમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન જગનનાથ પુરી કરી રહ્યો છે. જોકે આ ફિલ્મમાં અનન્યાનો શું રોલ હશે તે વિશે હાલ કાંઇ જાણવા મળ્યું નથી.

એવોર્ડને સાથે લઈને સુઈ ગઈ હતી અનન્યા

ફિલ્મફેર 2020માં બેસ્ટ ડેબ્યું ફિમેલનો એવોર્ડ જીતનાર અનન્યા પાંડે બહુ જ ખુશ હતી. તેણે આ એવોર્ડ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2 માટે જીત્યો છે. અનન્યા સાથે આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, તારા સુતારીયા જેવા સ્ટાર હતા. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. અનન્યા આ એવોર્ડ મળવાથી એટલી ઉત્સાહિત હતી કે તેને તે સાથે લઈને જ રાત્રે સુઈ ગઈ હતી. અનન્યા પાંડેની માતા ભાવના પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમા અનન્યા પાંડે વિનિંગ ટ્રોફીને છાતી સાથે લગાવીને સુતેલી જોવા મળે છે. તેની માતાએ તસ્વીરના કેપ્સનમાં લખ્યું કે, હું તારી ઉપર બહુ જ ગર્વ કરૂ છું. હમેશા આમ જ ચમકતી રહે.

Read Also

Related posts

લદ્દાખમાં ચીનની બેધારી નીતિની પોલ ખુલી, સરહદ નજીક ચીનના ફાઇટર વિમાનો જોવા મળ્યાં

Ankita Trada

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!