GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

‘મુઝે કબાબ મેં હડ્ડી નહીં બનના હૈ’કાર્તિક-સારાના રિલેશન પર પહેલીવાર આવ્યું અનન્યા પાંડેનું રિએક્શન

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું હતું કે કાર્તિક આર્યન અન્યને ડેટ કરતો હોય તો ભલે કરે, મારે કબાબમાં હડ્ડી બનવું નથી.

વીતેલા દાયકાના મોખરાના અભિનેતા ચંકી પાંડેની પુત્રી એવી અનન્યા કરણ જોહરના હિટ ટીવી શો કૉફી વીથ કરણમાં મહેમાન તરીકે આવી હતી ત્યારે એણે કહ્યું હતું કે મને કાર્તિક આર્યન ક્યૂટ લાગે છે. એની સાથે ડેટિંગ કરવાની મારી ઇચ્છા છે.

પરંતુ કાર્તિક તો સારા અલી ખાન સાથે મહિલા ડેટિંગ કરી રહ્યો છે એવું જણાવતાં અનન્યાએ કહ્યું કે ભલે કરે, મારે એ બંનેના અફેરમાં કબાબમાં હડ્ડી બનવું નથી.

અનન્યા અને તારા સૂતરિયા બંને સ્ટુડન્ટ ઑફ ધી યરમાં ટાઇગર શ્રોફ સાથે ચમકી રહી છે. હાલ એ પોતાની આ પહેલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર અગાઉ સારા અલી ખાન પણ કહી ચૂકી છે કે મને કાર્તિક આર્યન સાથે ડેટિંગ કરવામાં રસ છે.કાર્તિક અને અનન્યા પતિ પત્ની ઔર વોની રિમેકમાં સાથે ચમકી રહ્યાં છે.

Read Also

Related posts

કેજરીવાલે અનલોક-1માં અપાતી છૂટછાટનું કર્યુ એલાન, જાણો શું રહેશે ખુલ્લુ અને શું બંધ

Ankita Trada

વંદે ભારત મિશનનું ત્રીજુ ચરણઃ 700 જેટલા ભારતીયો કોલંબોથી રવાના

Ankita Trada

કોરોના પોઝિટિવ થયા તો સરકાર ઉઠાવશે પૂર્ણ ખર્ચ, આ દેશમાં ટૂરિસ્ટોને મળી રહી છે ઓફર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!