છેલ્લા ઘણા સમયથી સ્પષ્ટ છે કે ચન્કી પાન્ડેની દીકરી અનન્યા અભિનયનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. થોદક સમય પહેલા એવી પણ માહિતી મળી હતી કે. આ નવોદિત કલાકાર સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ દ્વારા કારકિર્દીનો પ્રારંભ કરશે. શુક્રવારે અનન્યા ફિલ્મનું શૂટીંગ શરૃ કરવા મુંબઇથી દહેરાદૂન પહોંચી હતી. જોકે અનન્યાના પિતા ચન્કીએ એ બાબતનો ફોડ નથી પાડયો કે અનન્યા કરણ જોહરની ફિલ્મમાં કામ કરે છે કે નહીં.
જોકે ચન્કીએ સ્વીકાર્યું હતું કે અનન્યા લાંબા સમયથી અભિનયની તાલીમ લઇ રહી છે. અને વચ્ચે વચ્ચે અમુક ઓડિશન પણ આવ્યા હતા. એણે ડાન્સ કલાસમાં પણ નામ નોંધાવ્યું છે. ચન્કીએ કહ્યું કે મારી દીકરી જન્મજાત કલાકાર છે. અને એનું ભણતર પણ સ્કોલરશીપ દ્વારા પૂરુ કર્યું છે. ચન્કીએ જેકી શ્રોફનાં દીકરા ટાઇગર શ્રોફનાં પણ વખાણ કર્યા હતા. ટાઇગર ઘોડિયામાં હતો ત્યારથી એ ટાઇગરને ઓળખે છે.