GSTV
Bollywood Entertainment Trending

ફિલ્મ શૂટિંગ વખતે અનન્યા પાન્ડેની આ એક વાતથી ખુશ થઈને ડાયરેક્ટરે તેને આપી આ ખાસ ભેટ

હાલમાં જ કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર-2 દ્વારા પોતાનું બોલિવુડ ડેબ્યુ કરનાર અનન્યા પાન્ડેએ ઘણા લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. પહેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર વધારે કમાણી તો ન કરી પરંતુ અનન્યા પાન્ડેના એક નવી ઓળખ જરૂરથી મળી ગઈ. હાલમાં તે પોતાની બીજી ફિલ્મ પતિ પત્ની ઓર વોની શૂટિંગ કરી રહી છે. ફિલ્મની શૂટિંગ વખતે અનન્યાએ કંઈક એવું કર્યું કે ડાયરેક્ટરે ખૂશ થઈને તેને 500 રૂપિયાનું ઈનામ આપી દીધું. 

View this post on Instagram

better than ur ex, better than ur next ??‍♀️

A post shared by Ananya ??‍?? (@ananyapanday) on

એક સીનની શૂટિંગ ચાલી રહી હતી જેમાં કાર્તિક આર્યન પણ હતો. સીન કંઈક એવો હતો કે અનન્યાએ કાર્તિકના ડાયલોગ પર ફક્ત રિએક્શન જ આપવાનું હતું. તેના કોઈ ડાયલોગ ન હતા. શોર્ટ ખૂબ મુશ્કેલ હતો. શૂટ પૂર્ણ થયા બાદ ડાયરેક્ટર મુદસ્સર અઝીઝએ આ શોર્ટની ખૂબ તારીફ કરી અને શોર્ટથી ખૂશ થઈને અનન્યાને 500 રૂપિયાનું ઈનામ આપ્યુ અને કહ્યું- ‘મને આ શોર્ટ ખૂબ પસંદ આવ્યો.’

તમને જણાવી દઈએ કે અનન્યા પાન્ડેની આ ફિલ્મ 1978માં આવેલી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રિમેક હોવાની છે. આ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હશે જેમાં અનન્યાની સાથે સાથે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની, ભૂમિ પેડનેકર તેમની પત્નીની અને અનન્યા પાન્ડે તેમની ગર્લફ્રેન્ડની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મને 6 ડિસેમ્બર 2019 સુધી રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્માણ ભૂષણ અને ડાયરેક્શન મુદસ્સર અજીજ કરી રહ્યા છે.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV