GSTV

અનન્યા પાંડેએ ડ્રગ્સનું સેવન કર્યુ હોવાનું નકાર્યુ, આર્યન ખાન સાથે વીડ લાવવા અંગે થયેલી ચેટ મામલે કર્યો આ ખુલાસો

અનન્યા

Last Updated on October 23, 2021 by Bansari

એનસીબીએ આજે સતત બીજા દિવસે મુંબઈ ક્રૂડ ડ્રગ્સ પાર્ટી પ્રકરણે અનન્યા પાંડેની ચાર કલાક પૂછપરછ કરી હતી. ગઈકાલે પણ એનસીબીએ અનન્યા પાંડેની બે કલાક પૂછપરછ કરી હતી. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથ જોડાયેલ ક્રૂઝ ડ્રગ્સ કેસ પ્રકરણે આજે એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેની ટીમે અનન્યાની ચાર કલાક પૂછપરછ કરી હતી.

આજે બીજા દિવસે પણ અનન્યા તેના પિતા ચંકી પાડે સાથે બપોરે બે વાગ્યે એનસીબીની ઓફિસમાં પહોંચી ગઈ હતી. આર્યન પાસે મળેલ ડ્રગ્સ ચેટમાં અનન્યાનું નામ બહાર આવ્યું છે. અમુક ચેટ્સમાં તો ગાંજા અને ડ્રગ્સ પેડલરો બાબતે પણ વાત કરવામાં આવી છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.

અનન્યા

પૂછપરછમાં અનન્યાએ ક્યારે ડ્રગ્સનું સેવન કર્યું ન હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત વીડ બાબતે થયેલ મનાતી ચેટ એ ખરેખર તો સિગારેટ લાવવાને મુદ્દે થઈ હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. જોકે, આ ચેટ બહુ વર્ષ જૂની હોવાથી હવે બરાબર યાદ નથી તેવું પણ કહ્યું હતું. આ ઉપરાંત કોઈ પેડલરને પણ જાણતી ન હોવાનું કહ્યું હતું.

રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછમાં 2018-19મા અનન્યાની આર્યન સાથે થટેલ ચેટ ખૂબ મહત્ત્વની મનાય છે. આ ચેટમાં આર્યને અન્નયાને એક ડ્રગ પેડલરનો પણ નંબર આપ્યો હોવાનું કહેવાય છે. એનસીબીએ અનન્યાના બે ફોન પણ જપ્ત કર્યા છે. ગુરૂવારની પૂછપરછ બાદ આજે પણ અનન્યા ગભરાયેલી લાગતી હતી.

આ ઉપરાંતે તે આજે પૂછપરછ દરમ્યાન કન્ફયુઝ પણ હતી અને અમુક વાતો બરોબર યાદ ન હોવાનું પણ કહ્યું હતું. અનન્યો એનસીબીને વધુમાં જણાવ્યું હતું કે તે આર્યન સાથે સ્કૂલમાં સાથે ભણતી હતી. આર્યનની બહેન સુહાના પણ તેની સારી બહેનપણી છે તેથી અમે ફેમિલી ફ્રેન્ડ છીે. અમે મિત્રો અવારનવાર સાથે મળતા રહીએ છીએ.

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!