GSTV

સારા કે નૂસરત નહી આ હૉટ એક્ટ્રેસને દિલ દઇ બેઠો છે કાર્તિક આર્યન

Last Updated on January 7, 2019 by Bansari

2019નું વર્ષ શરૂ થતાં બોલીવુડમાં રોમાન્સનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. જણાવી દઇએ કે મૂવી અને ડિનર ડેટ સાથે જે કપલ પોતાના અફેરની લેટેસ્ટ ખબરોમાં છે તે છે કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની જોડી.

તેઓ ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં છે પરંતુ તેમણે તાજેતરમાં જ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ આ રોમાન્સની લિસ્ટમાં લેટેસ્ટ જોડી છે. જણાવી દઇએ કે હાલ કાર્તિક આર્યન ખૂબ જાણીતો ચહેરો બની ગયો છે.

તેનો ચોકલેટ બૉય લુક અને ફિલ્મોમાં રોમાન્સ કરવાનો અંદાજ કંઇક એવો છે કે તે યુવતીઓ માટે ક્રશ બની ગયો છે. બીજી તરફ અનન્યા પાંડે હવે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જણાવી દઇએ કે અનન્યા સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી ટાઇગર શ્રોફ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

જો કે અત્યાર સુધી સામે આવેલી તસવીરો જોઇને લાગી રહ્યું છે કે તે બોલીવુડની ફેશનેબલ અને ખુબસુરત એક્ટ્રેસીસમાંથી એક હશે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્ટુડન્ટ ઑફ ધ યર-2 બાદ કાર્તિક અને અનન્યા ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેક હશે. જો કે તેને લઇ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નથી થઇ.

જણાવી દઇએ કે સારા અલી ખાને જ્યારથી કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણમાં કહ્યું છે કે તે ‘પ્યાર કા પંચનામા’ ફેમ કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે ત્યારથી જ ફેન્સ કાર્તિક આર્યન અને સારા પર નજર રાખીને બેઠા છે. તાજેતરમાં જ સોશિયલ મીડયા પર એક વીડિયો ચર્ચામાં રહ્યો છે જેમાં રણવીર સિંહે કાર્તિક સાથે સારાની મુલાકાત કરાવી હતી.

Read Also

Related posts

આ ટીવી સ્ટાર સાથે રેલવે સ્ટેશન પર થઇ ગંદી હરકત, અચાનક યુવકોએ આવીને ટૉપ ફાડી નાંખ્યુ અને….

Bansari

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર/ રજીસ્ટ્રેશન કરવામાં જો નાની એવી ભૂલ હશે તો પણ અટકી જશે આપના રૂપિયા, ફટાફટ સુધારી નાખો ભૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!