GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કાર્તિક આર્યનની ડિમાન્ડ તો જુઓ, સારા બાદ હવે આ હૉટ હસીના થઇ લટ્ટુ

ફિલ્મમેકર કરણ જોહરના ચૅટ શૉ ‘કૉફી વિથ કરણ’માં અત્યાર સુધી અનેક સ્ટાર્સ સામેલ થઇ ચુક્યાં છે. તાજેતરમાં જ બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા શૉમાં નજરે પડશે. આ દરમિયાન ત્રણેયે ઘણી મસ્તી કરી, ત્યાં તેમણે પોતાના દિલની વાત પણ કરી.

જ્યારે કરણ અનન્યાને પુછ્યું કે તે કોની સાથે કૉફી ડેટ પર જવા માગે છે તો તેના જવાબમાં અનન્યાએ જણાવ્યું કે, કાર્તિક આર્યન. અનન્યાએ તે પણ કહ્યું કે તે બહુ ક્યુટ છે. જ્યારે કરણે કહ્યું કે સારા અલી ખાન પણ આ અંગે ખુલાસો કરી ચુકી છે કે તે પણ કાર્તિકને ડેટ કરવા માગે છે. આ અંગે અનન્યાએ જણાવ્યું કે, તો તે પણ ત્યાં ચાલી જશે જ્યાં સારા અને કાર્તિક ડેટ કરી રહ્યાં હશે.

કાર્તિક આર્યન આજકાલ પોતાની ફિલ્મો કરતાં પોતાના અફેરને લઇને વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ સારા અલી ખાને કાર્તિકને ડેટ કરવાની વાત કરી હતી. ત્યાં કાર્તિક અનન્યા સાથે અનેક વાર સ્પોટ થયો હતો જેને લઇને તેમના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ. અગાઉ સારા અલી ખાન પણ કાર્તિકને ડેટ કરવાને લઇને મોટો ખુલાસો કરી ચુકી છે. તેવામાં હવે કાર્તિકે પહેલીવાર પોતાના રિલેશનશીપને લઇને ખુલીને વાત કરી છે.

કાર્તિકે જણાવ્યું કે, મારુ માનવું છે કે રિલેશનશીપમાં રહેવા માટે ઘણો સમય જોઇએ પરંતુ હું જો મારા રિલેશનશીપને સમય ન આપી શકું તો મને તેનો અફસોસ થાય છે. હું આવું બીજા કોઇ સાથે કરવા નથી માગતો તેથી હાલ હું ફક્ત મારા કામને લઇને કમિટેડ છું. જો હું કોઇ પ્રોડ્યુસર કે એક્ટ્રેસ સાથે મીટીંગ માટે જાઉં છું તો મારા રિલેશનશીપને લઇને ચર્ચાઓ શરૂ થઇ જાય છે. લોકોને આ વિશે લખવામાં મજા આવે છે. હું આને કેટલું રોકી શકું.

કાર્તિક અને અનન્યા ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં છે પરંતુ તેમણે તાજેતરમાં જ ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ આ રોમાન્સની લિસ્ટમાં લેટેસ્ટ જોડી છે. જણાવી દઇએ કે હાલ કાર્તિક આર્યન ખૂબ જાણીતો ચહેરો બની ગયો છે.

અગાઉ સારા અલી ખાને પણ કૉફી વિથ કરણમાં કાર્તિક આર્યનને ડેટ કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી હતી. કાર્તિકને જ્યારે આ વિશે જાણ થઇ ત્યારે તેણે પણ સારાને પોઝીટીવ રિસ્પોન્સ આપતાં કહ્યું હતું કે સારા પાસે જ્યારે પણ સમય હશે ત્યારે તે તેની સાથે ડેટ પર જશે.

તેનો ચોકલેટ બૉય લુક અને ફિલ્મોમાં રોમાન્સ કરવાનો અંદાજ કંઇક એવો છે કે તે યુવતીઓ માટે ક્રશ બની ગયો છે. બીજી તરફ અનન્યા પાંડે હવે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. જણાવી દઇએ કે અનન્યા સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી ટાઇગર શ્રોફ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્ટુડન્ટ ઑફ ધ યર-2 બાદ કાર્તિક અને અનન્યા ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેક હશે.

Read Also

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!