પાંચ દિવસીય દીપોત્સવનો પ્રારંભ થયો ચૂક્યો છે. ધનતેરસ પર સેલેબ્સના ઘરોમાં ખૂબ જ ઉત્તેજના હતી, પરંતુ કેટલાક સેલેબ્સ એવા પણ હતા જેમના ઘરમાં આ દિવસે બેવડી ખુશીઓ આવી હતી. ધનતેરસને શોપિંગ માટે પણ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે કેટલાક સેલેબ્સે ભારે ખરીદી કરી અને પોતાને સારી ગિફ્ટ્સ આપી હતી.
સૌથી પહેલા વાત કરીએ અનન્યા પાંડેની જેણે નવું ઘર ખરીદ્યું છે. 25 વર્ષની ઉંમરે અનન્યાએ પોતાની કમાણીથી આ ઘર ખરીદ્યું છે અને તે ખરેખર વખાણવાલાયક છે. શુક્રવારે, 10 નવેમ્બરે 2023ના રોજ અનન્યાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. ધનતેરસના અવસર પર તેમણે નવા ઘરમાં પૂજા કરી અને આ ખુશખબર બધાને જણાવી હતી. અનન્યાએ આ ડ્રીમ હાઉસ મુંબઈમાં જ ખરીદ્યું છે અને હાલમાં તેની કિંમત વિશે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.
આ તસવીરોમાં અનન્યા પૂજા કરતી જોવા મળી હતી, તો તે નારિયેળ ફોડતી પણ જોવા મળી હતી. અનન્યા તેના પોતાના ઘરથી ખૂબ જ ખુશ છે અને તે તેની તસવીરો અને પોસ્ટના કેપ્શનમાં સ્પષ્ટ દેખાય છે.
ક્રિસ્ટલ ડિસૂઝાએ પોતાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે
અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુઝાએ પણ આ ધનતેરસને પોતાને એક શાનદાર ભેટ આપી છે. તે એક છે લક્ઝુરિયસ કાર. BMW 6 Series M Sport આ કાર સફેદ રંગની છે અને ક્રિસ્ટલ તેને ખરીદીને ખૂબ જ ખુશ છે.
આ વીડિયો શેર કરતા ક્રિસ્ટલે કહ્યું કે હું ઘરમાં મહેમાનનું સ્વાગત કરી રહી છું. આ કારની કિંમત 75 લાખ રૂપિયા સુધી હોવાનું કહેવાય છે. આ કાર ખરેખર અદ્દભૂત છે અને આ દિવાળીમાં આનાથી સારી કોઈ ભેટ હોઈ શકે નહીં.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા