Nita Ambani-Mukesh Ambani Wedding Photos: નીતા અંબાણી (Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે. અનંત અંબાણીના માતા નીતા અંબાણી ઘણીવાર પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે.

દીકરાના લગ્ન કરવા જઈ રહેલા નીતા અંબાણી (NIta Ambani Marriage) જ્યારે પોતે 38 વર્ષ પહેલા દુલ્હન બન્યા હતા ત્યારે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આવું અમે જ નહીં તેમના લગ્નના ફોટો જોઈને તમે પણ કહેશો.

નીતા અંબાણી (NIta Ambani Marriage) અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પ્રેમની કહાની કોઈ ફિલ્મથી કમ નથી. 38 વર્ષ પહેલા અંબાણી પરિવારના વદ્યુ બનેલા નીતા બાળપણથી જ ક્લાસિકલ ડાન્સના શોખીન રહ્યા છે, તેમના માતા હંમેશા ઈચ્છતા હતા કે તેમની દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. નીતા અંબાણીએ પણ પોતાનું કરિયર ટીચિંગ અને ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં બનાવવાનો નિર્ણય કર્યો.

ક્લાસિકલ ડાન્સના શોખીન નીતા અંબાણીએ એકવાર નવરાત્રીમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન પણ આવ્યા હતા, ફંક્શનમાં નીતાને ડાન્સ કરતા જોઈ ધીરૂભાઈ અને કોકિલાબેન ઈમ્પ્રેસ થઈ ગયા. નીતાની જાણકારી લીધા બાદ નીતાના ઘરે ધીરૂભાઈએ ફોન કર્યો.

એક ઈન્ટરવ્યૂમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે ફોન પણ નીતા (Nita Ambani)એ જ ઉઠાવ્યો. ફોન પર બીજી તરફ ધીરૂભાઈ અંબાણી છે, એ સાંભળીને નીતાને વિશ્વાસ નહોતો થયો અને તેમણે રોન્ગ નંબર કહીને ફોન કાપી દીધો. એવું એકવાર નહીં તેમણે બેવાર કર્યું. જ્યારે ત્રીજીવાર ફોન આવ્યો ત્યારે તેમને વિશ્વાસ થયો.

મુકેશ અંબાણી (Mukesh Ambani Nita Ambani Love Story)એ ખૂબ જ અનોખી સ્ટાઈલમાં નીતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. મુકેશ અને નીતા કારમાં ડ્રાઈવ માટે નિકળ્યા હતા. ત્યારે એક સિગ્નલ પર ગાડી રોકાઈ, ત્યાં મુકેશે નીતાને પૂછ્યું કે મારી સાથે લગ્ન કરશો. ત્યારે સિગ્ન ગ્રીન થઈ ગયો અને પાછળની બધી ગાડીઓ હૉર્ન વગાડવા લાગી, નીતાએ ગાડી ચલાવવા માટે કહ્યું, પણ મુકેશ અંબાણીએ જિદ્દ કરી કે તેઓ જવાબ સાંભળ્યા બાદ જ ગાડી ચલાવશે. ત્યારે નીતાએ લગ્ન માટે હા કહ્યું…
મુકેશ અંબાણી (Mukesh Ambani Marriage) સાથે લગ્ન કર્યા બાદ નીતાએ હાઉસ વાઈફ ન બનીને કામ સંભાળવાનો નિર્ણય કર્યો. આ જ કારણ છે કે આજે નીતા અંબાણીની ગણતરી દુનિયાભરની સ્ટ્રોંગ લેડીઝમાં થાય છે.
READ ALSO
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા