GSTV

ઘરથી 500 દિવસ દૂર રહી દરરોજ 23 કિ.મી. દોડતા હતા અનંત અંબાણી, સખત ડાયટનું પાલન કરી ઘટાડ્યો 118 કિલો વજન

Last Updated on October 17, 2020 by Ankita Trada

આખા વિશ્વમાં કરોડો લોકો છે જેઓ પોતાના મેદસ્વીપણાને ઘટાડવાનું વિચારે છે, પરંતુ તેમ કરવામાં અસમર્થ રહે છે, પરંતુ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ માત્ર તેના વિશે વિચાર્યું જ નહીં, પરંતુ કરી પણ બતાવ્યું. એક સમયે અસ્થમાને કારણે મેદસ્વીપણાથી પીડાતા અનંત અંબાણીએ પોતાનું 108 કિલો વજન ઘટાડીને કાયાપલટ કરી નાખી છે.

અનંત અંબાણીની સખત મહેનત

નીતા અંબાણીએ ખુદ અનંત અંબાણીની સખત મહેનત વિશે 2018માં ઈન્ડિયા ટુડે કોનક્લેવ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. નીતા અંબાણીએ કહ્યું હતું કે, જ્યારે અનંત 18 વર્ષનો હતો ત્યારે તે એક દિવસ આવ્યો અને કહ્યું કે માં હવે મારે વજન ઓછું કરવું છે. શું તમે મારી મદદ કરશો? ત્યારે મેં કહ્યું હતું, બિલકુલ કરીશ.

અનંત જામનગર જતો રહ્યો

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે ત્યારબાદ અનંત અંબાણી જામનગર જતો રહ્યો હતો, જ્યાં રિલાયન્સનો રિફાઇનરી પ્લાન્ટ છે. તે ત્યાં 500 દિવસ સુધી રોકાયો હતો અને દરરોજ ઓછામાં ઓછા 23 કિ.મી. દોડતો હતો અને સખત ડાયેટનું પાલન કરતો હતો અને આ જ કુદરતી રીતે અનંતે પોતાનું વજન 118 કિલો ઘટાડ્યું. તે મારા માટે પ્રેરણાદાયક છે. આટલું જ નહીં નીતા અંબાણીએ આઈપીએલ દરમિયાન બહાર આવેલી અનંત અંબાણીની તસવીરો માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાની પણ વાત કરી હતી.

અનંતને અત્યંત ટ્રોલ કરવામાં આવ્યો

વર્ષ 2013માં જયારે મુંબઈ ઇન્ડિયન્સની આઇપીએલની ફાઈનલ હતી તે સમયે આકાશ અને નીતા અંબાણી અમેરિકામાં હતા. તેથી નીતા અંબાણીએ અનંતને ટીમ જીતી જાય તો ટ્રોફી લેવા માટે મેદાન પર જવાનું સૂચન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે આઈપીએલ દરમિયાન તે તસવીરો આવી ત્યારે લોકો મેદસ્વીપણાને કારણે અનંતને અત્યંત ટ્રોલ કરવામાં આવ્યો હતો. તે ખુદ અનંત માટે અને મારા માટે પીડાદાયક હતું. ત્યારે અનંત અંબાણી માત્ર 14-15 વર્ષનો જ હતો.

READ ALSO

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

નસીબ ચમક્યું / ફ્લાઇટ કેન્સલ થયા બાદ ટાઇમપાસ માટે મહિલાએ ખરીદી લોટરીની ટિકિટ, બની ગઈ કરોડપતિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!