GSTV
Home » News » કોણ છે રાધિકા મર્ચન્ટ? અંબાણી પરિવાર સાથેના સંબંધ અને આ ખાસ વાતો નહીં જાણતા હોવ તમે

કોણ છે રાધિકા મર્ચન્ટ? અંબાણી પરિવાર સાથેના સંબંધ અને આ ખાસ વાતો નહીં જાણતા હોવ તમે

મુકેશ અંબાણીના ઘરે એક બાદ એક નવી ખુશીની તકો આવી રહી છે. હાલમાં મોટા દિકરી અને દિકરીના લગ્ન બાદ હવે અનંત અંબાણીના ગર્લફ્રેન્ડની પણ ખબરો સામે આવી રહી છે. જોકે અંબાણી પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.

હકિકતમાં મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીની સગાઈમાં ફિલ્મ ‘પદ્માવત’ના ગીત પર ઈશા સાથે સ્ટેજ પર બે બીજી છોકરીઓ ડાન્સ કરી રહી હતી જેમાંથી એક હતી હાલમાં જ અંબાણી પરિવારની વહુ બનેલી શ્લોકા મહેતા અને તેની સાથે જે બીજી છોકરી હતી તેનું નામ રાધિકા મર્ચન્ટ છે.

ઈશા અંબાણી અને શ્લોકા મહેતા સાથે સ્ટેજ પર ડાન્સ કરવા વાળી રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દિકરી છે. રાધિકાનું નામ મુકેશ અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકાની તસ્વીરો વાયરલ થતી રહે છે.

તસ્વીરોના આધાર પર પહેલા દાવા પણ કરવામાં આવી રહ્યા હતા કે બન્નેની સગાઈ થઈ ચુકી છે. જોકે ઈશાની સગાઈ વખતે તસ્વીરો વાયરલ થતા અને આ વાત આગળ વધતા અંબાણી પરિવાર તરફથી તરત જ એ વાતનું ખંડન કરી દેવામાં આવ્યું હતું કે એમની સગાઈ ન હતી થઈ.

રાધિકાએ પોતાની સ્કૂલિંગ મુંબઈના કૈથડ્રિયલ એન્ડ જોન કોનન સ્કૂલ અને ઈકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી કરી છે. ત્યાર બાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીથી પોલીટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે.

24 વર્ષની રાધિકા મર્ચન્ટે પોતાના કરિયરની શરૂઆત કેડાર કન્સલન્ટેટ, દેસાઈ એન્ડ દિવાનજી અને ઇન્ડિયા ફર્સ્ટ જેવી કંપનીઓથી કરી. રાધિકા એનિમલ વેલફેરને લઈને પણ કામ કરે છે.
રાધિકા વિરેન મર્ચન્ટની દિકરી છે. વિરેન ઈનકાર હેલ્થકેયરના ડાયરેક્ટર અને ચેરમેન છે. તમને જણાવી દઈએ કે રાધિકાની નેટવર્થ લગભગ 8 કરોડ રૂપિયા છે.

પહેલા પ્રિયંકા ચોપરાના લગ્નમાં વાયરલ થઈ હતી તસ્વીરો

પ્રિપંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની આગલી રાત્રે સંગીત અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડ અને અન્ય ક્ષેત્રના નામી વ્યક્તિએ પણ ભાગ લીધો હતો.

તમને જણાવી દઈએ કે સંગીત સેરેમનીમાં ભાગ લેવા માટે મુકેશ અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. તે પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અને પુત્રી ઈશા અંબાણી સાથે એરપોર્ટ પર જોવા માળ્યા હતા.

ત્યારે તેમની સાથે એક છોકરી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. તે બીજુ કોઈ નહીં પરંતુ નીતા અંબાણીની ભાવી વાગદત્તા રાઘિકા મર્ચન્ટ છે. તેને એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી અને તે કેમરા સામે ખુશ થઈને તસ્વીર પડાવતી જોવા મળી.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!