GSTV
Home » News » આનંદીબહેનની બદલી : મધ્ય પ્રદેશના બદલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ

આનંદીબહેનની બદલી : મધ્ય પ્રદેશના બદલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ

કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે મધ્ય પ્રદેશના સ્થાને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.  77 વર્ષીય આનંદીબેન પટેલે 23 જાન્યુઆરી 2018ના મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. 

અગાઉ 22 જુલાઇ 2014થી રામ નાઇક ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા. બીજી તરફ લાલજી ટંડન હવે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ 29 ઓગસ્ટ 2018થી બિહારના રાજ્યપાલ તરીકે હવાલો સંભાળતા હતા.હવે ફાગુ ચૌહાણ બિહારના રાજ્યપાલ તરીકે જવાબદારી અદા કરશે.

છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગતિવિધિઓને કારણે ચર્ચામાં રહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પૂર્વ સાંસદ-સુપ્રીમ કોર્ટના પૂર્વ વકીલ જગદીપ ધનખડની વરણી કરવામાં આવી છે. હાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનો કાર્યકાળ આ સપ્તાહના અંતે પૂરો થયો છે.

છત્તીસગઢમાં ભાજપના વરિષ્ઠ નેતા કે જેમણે આ વર્ષે પાર્ટી મેન્ડેટ સ્વિકારવાથી ઇન્કાર કર્યો હતો તેવા રમેશ બૈસને છત્તીસગઢના રાજ્યપાાલ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કપ્તાનસિંહ સોલંકીનું સ્થાન લેશે. આઇબીના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર એન. રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં

Nilesh Jethva

જેટલીને યાદ કરીને ગળગળા થયા અમિત શાહ: કહ્યું- મુશ્કેલ સમયમાં હંમેશા મારો સાથ આપ્યો

Riyaz Parmar

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!